Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેલ્વીકુવા ગામના પુલની રેલીંગ-માટી પુરાણની માંગ કરતાં રહીશો,ગફલતથી વાહન સીધું ખાડીમાં પડતા જીવ ગુમાવાનો વારો,

Share

વરસાદી પાણીમાં ભારે ધોવાણ થતાં વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર
તા.06-06-2021 નેત્રંગ, નેત્રંગના કેલ્વીકુવા ગામના પુલની રેલીંગ-માટીના પુરાણની કરવાની સ્થાનિક રહીશોએ માંગ કરી હતી,
પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલ નેત્રંગના કેલ્વીકુવા ગામની સીમમાંથી મોટી ખાડી પસાર થાય છે,જે આગળ કિમ નદીને મળે છે,ખાડી ઉપર વષૉ પહેલા માગૅ-મકાન વિભાગેે ખાડી ઉપર ઓછી ભારણ ક્ષમતા વાળા પુલનું નિમૉણ કરાયું હતું,લાંબો સમય પસાર થવા છતાં કોઇપણ પ્રકારની સમારકામની કામગીરી નહીં કરાતા પુલ અને રેલીંગની હાલત જજૅરીત થઇ છે,અને ચોમાસાની સિઝનમાં આજુબાજુ વિસ્તારના વરસાદી પાણીના કારણે પુલના ચારેય તરફથી માટીનું ભારે ધોવાણ થઇ ગયું છે,પરંતુ લાંબા સમયથી સમારકામ કરાયું નથી,
જેમાં અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાતદિવર હજારોની સંખ્યામાં મોટરસાઈકલ,ખાનગી વાહનો,બસ અને નાના-મોટા માલધારી વાહનોની અવરજવર રહેતી હોય છે,અને જજૅરીત પુલની પાસે જ ચારરસ્તા આવેલ હોવાથી વાહનચાલકોને ભારે સાવચેતીથી પસાર થવું પડે છે,અને વાહનચાલકોની મામુલી ગફલતથી વાહન સીધું ખાડીમાં પડતા મોતના મુખમાં ધકેલાય જાય છે,ભુતકાળના સમયમાં પણ અનેક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં નિદૉષ લોકોએ જીવ ગુમાવ્યો છે,પરંતુ માગૅ-મકાન વિભાગના જવાબદાર લોકોને કંઈક પડી નથી,તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,બે-ત્રણ દિવસ પહેલા જ મારૂતિ ઝેન ગાડી ખાડી પડતા ફુરચેફુરચા ઉડી ગયા હતા,વાહનચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી,તેવા સંજોગોમાં કેલ્વીકુવા ગામના પુર ઉપર તાત્કાલિક ધોરણે પુલની રેલીંગ બનાવીને માટી પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

હમદર્દ ચેરીટેબેલ  ટ્રસ્ટ,ગોધરા  દ્વારા  હિન્દુ મુસ્લીમ સમાજના સમુહલગ્નનુ આયોજન 

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી ગામે થી ભરૂચ ક્રાઈમ બ્રાંચ એ જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

ડાંગ-2018ની 58મી નેશનલ અોપન અેથલેટ ચેમ્પીયનશીપ 10,000 મીટર દોડમાં ડાંગનો યુવક પ્રથમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!