Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં જૂની સબ જેલના 45 કેદીઓને ટ્રાન્સફર કરાયા.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રાજપીપળા નજીકના જીતનગર સ્થિત પોલિસ હેડક્વાર્ટરની પાછળ વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે જિલ્લા જેલ નિર્માણ પામી છે.જેમાં 2/2/2018 ના રોજ ભૂમિશુધ્ધિકરણ અને પંચકુંડીયજ્ઞ કરાયો હતો.બાદ 9મી ફેબ્રુઆરીએ શુક્રવારે રાજપીપળાની જૂની સબજેલના 1 મહિલા કેદી અને 44 પુરુષ કેદીઓ મળી કુલ 45 કેદીઓને 70 હથિયારધારી પોલીસોના બંદોબસ્ત વચ્ચે એમાં ટ્રાન્સફર પણ કરી દેવાયા હતા.આ તમામ કેદીઓને 2 કેદી વાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળા સબજેલથી જિલ્લા જેલ ખાતે લવાયા હતા.જેમાં એક વાનમાંથી વારા વારા ફરથી કેદીઓની નોંધણી કરી અંદર મોકલવામાં આવતા હતા તે દરમિયાન બીજી વાનની ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખતો હતો.હવે રાજા રજવાડા વખતની 1950માં બનેલી રાજપીપળા સબજેલ શહેર અને જિલ્લાવાસીઓ માટે એક સંભારણું બની રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા શહેરની મધ્યમાં વર્ષ 1950માં 3 બેરેક અને 94 કેદીઓની ક્ષમતા ધરાવતી સબજેલ બનાવવામાં આવી હતી.ત્યારે વર્ષ 2018માં રાજપીપળા નજીક જીતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટરની બિલકુલ પાછળ વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે અપગ્રેડ કરી જિલ્લા જેલ બનાવવામાં આવી છે.નવી બનેલી જેલ 347 કેદીઓની ક્ષમતા ધરાવે છે અને એમાં 16 બેરેકની સાથે 2 મહિલા બેરેકનો પણ સમાવેશ થાય છે.હાઈમાસ્ટ લાઇનો,યોગા,લાયબ્રેરી,જિમ,અદ્યતન ગાર્ડન સહિતની સુવિધાથી સજ્જ નવી જેલ માટે સરકાર દ્વારા 3 નવા જેલરોની પણ નિમણૂક કરાઈ છે જ્યારે માત્ર એક તબીબની જ્ગ્યા ખાલી છે.

Share

Related posts

ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે આજરોજ ઇદે મિલાદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

પાવીજેતપુરના કલારાણી ગામની સીમમાં ખેતરના કુવામાંથી કોસુમની યુવતીનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

શ્રવણ ચોકડી વિસ્તારમાં ચાલતા કોરલ સ્પા પર પોલીસ ના દરોડા

ProudOfGujarat
error: Content is protected !!