Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

રાજપીપળા પોલીસ આઉટ પોસ્ટ બાંધકામ વિભાગ કોન્ટ્રાકટર દ્વારા ઇજનેરને પૂરતું વેતન ન અપાયું!

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
તાપી જિલ્લાનો સિવિલ ઈજનેર વર્ષ 2016માં ગોપી કન્સ્ટ્રકશનમાં નર્મદામાં સાઈટ ઈજનેર તરીકે જોડાયા બાદ ૮૪,૦૦૦ રૂપિયા પગાર પેટે ન અપાયા હોવાનો આક્ષેપ.
:નર્મદાના પોઇચા,પ્રતાપનગર,પાનતલાવડી,ગોરા અને પરોડી ખાતે રાજપીપળા પોલિસ આઉટ પોસ્ટ બાંધકામ વિભાગના કોન્ટ્રાકટ દ્વારા છેલ્લા 6 મહિનાનો પગાર ન અપાયો હોવાનો આક્ષેપ સાઈટ ઇજનેરે કર્યો છે.અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા લેખિતમાં રજુઆત નર્મદા કલેકટર,પોલિસ વડા અને ડીડીઓને કરી છે.
તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢના રહેવાસી સિવિલ ઈજનેર નિરજ ભાંગા વળવીએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે તે પોતે નર્મદા જિલ્લાના પોઇચા,પ્રતાપનગર,પાનતલાવડી,ગોરા અને પરોડી ખાતે રાજપીપળા પોલિસ આઉટ પોસ્ટ બાંધકામ કરતા કોન્ટ્રાકટર મયુર કુંભાણી અને હરિ બોલિયાની ગોપી કન્સ્ટ્રકશન સાથે સાઈટ ઈજનેર તરીકે ૩/૬/૨૦૧૬ ના રોજ જોડાયો હતો.જેમાં તેનો ૧૩,૦૦૦ માસિક પગાર અને રહેવા,જમવા તથા પેટ્રોલ અલગથી નક્કી કરાયું હતું.પરોડી અને પ્રતાપનગરની સાઈડ સંભાળ્યાને બે મહિના બાદ મને ૨૦,૦૦૦ રૂપિયા પગાર ચૂકવાયા બાદ ૬ મહિના સુધી પગાર ચૂકવાયો નથી.આ મામલે ચાલુ નોકરી દરમિયાન ઘણીવાર રજુઆત કરવા છતાં પગાર ન મળવાને કારણે મારે ના છૂટકે ફેબ્રુઆરી 2017માં નોકરી છોડવી પડી.ત્યાર બાદ મારી પાસે પડેલા સાઈડના બિલો પણ પગાર કરવાના બહાને મંગાવી લેવાયા.હું એક ગરીબ પરિવારમાંથી આવું છું મારો ૮૪,૦૦૦ પગાર બાકી પડે છે કે કોન્ટ્રાકટર દ્વારા વહેલી તકે ચૂકવાય એ દિશામાં કાર્યવાહી કરી આદિવાસી યુવાનનું શોષણ કરતા આવા કોન્ટ્રાકટર સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી માંગ કરાઈ છે.જોકે આ મામલે ગોપી કન્સ્ટ્રકશન કંપનીના સંચાલકોનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો પણ થઈ શક્યો ન હતો.

Share

Related posts

વડોદરા ને.હાઇવે પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!