8 ગ્રામ પંચાયતોમાં 43 સરપંચ ઉમેદવારો અને 251 સભ્ય ઉમેદવારોના ભાવીનો ફેંસલો થયો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) :નર્મદા જિલ્લાની 8 ગ્રામપંચાયતો પૈકી ડેડીયાપાડામાં માલસામોટ,મોરજડી,આંબાવાડી,ગઢ,ડુ મખલ અને બલ આમ કુલ 7 અને નાંદોદમાં વાઘેથા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું.4 ફેબ્રુઆરીએ 43 સરપંચ ઉમેદવારો અને 251 સભ્ય ઉમેદવારો માટે 92 ટકા ઊંચું મતદાન નોંધાયું હતું.6 ફેબ્રુઆરી મંગળવારે વહેલી સવારે નાંદોદ અને ડેડીયાપાડા મામલતદાર કચેરીમાં ઈવીએમ મશીનોમાં ગણતરી શરૂ કરાઈ હતી.2 વાગ્યા સુધીમાં તમામ ગ્રામપંચાયતોનું પરિણામ આવી ગયું હતું.પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો મહૉલ સર્જાયો ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાની પંચાયતો ગણાવી પોતાની જીત ગણાવી રહ્યા છે.નાંદોદમાં મામલતદાર રાજુભાઈ વસાવા અને ચૂંટણી આધિકારી રાજનભાઈ વસાવાના નેતૃત્વમાં મતગણતરી યોજાઈ હતી.જ્યારે ડેડીયાપાડામાં મામલતદાર આર.આર.વસાવાના નેતૃત્વમાં મતગણતરી યોજાઈ હતી.
#નર્મદા જિલ્લાની 8 ગ્રામ પંચાયતોનું પરિણામ
નાંદોદ તાલુકો,વાઘેથા ગ્રામપંચાયત,સરપંચ:સોમીબેન બાલુભાઈ વસાવા
ડેડિયાપડા તાલુકો, મોરજડી ગ્રામપંચાયત:સરપંચ જાલુબેન બામણીયા વસાવા
ડેડિયાપડા તાલુકો ,ડુમખલ ગ્રામપંચાયત:સરપંચ અનિરુદ્ધ પારસીંગ વસાવા
ડેડિયાપડા તાલુકો,બલ ગ્રામપંચાયત:સરપંચ શીલાબેન દીપસિંહ વસાવા
ડેડિયાપડા તાલુકો :સામોટ ગ્રામપંચત:સરપંચ કવિતાબેન દામાભાઈ વસાવા
ડેડિયાપડા તાલુકો :નાનીસિંગલોટી ગ્રામપંચત :સરપંચ ખાનસિંગ નાગજી વસાવા
ડેડિયાપડા તાલુકો:આંબાવાડી ગ્રામપંચત:સરપંચ ઘેમસિંગ રેવસી વસાવા
ડેડિયાપડા તાલુકો:ગઢ ગ્રામપંચાયત:સરપંચ:સેવુબેન રૂપસિંગ વસાવા