(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
વડોદરા ડિસ્ટ્રીકટ રાઈફલ એસોસીએશન દ્વારા વડોદરામાં રાઈફલ શુટિંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજપીપળાના કાદરી બંધુઓએ બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી રાજપીપળાનું નામ રોશન કર્યું છે.
વડોદરા ડિસ્ટ્રીકટ રાઈફલ એસોસીએશન દ્વારા વડોદરા ખાતે હાલમાં જ રાઈફલ શુટિંગના પ્રોન સાઈટ ઇવેન્ટ એટલે કે જમીન પર સૂઈને નિશાન તાકવાની 50 મીટર રેંજની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપળાના કાદરી બંધુઓ પૈકી મોટાભાઈ સૈફઅલી નાઝીમઅલી કાદરીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવેલ જ્યારે નાનાભાઈ કૈફઅલી કાદરીએ પોતાના મોટાભાઈ સાથેની હરીફાઈમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ કાદરી બંધુઓએ રાઈફલ શુટિંગમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજપીપળાનું નામ રોશન કર્યું છે. સાથે સાથે આ બન્ને કાદરી બંધુઓએ રાઈફલ શુટિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કારકિર્દી ઘડવાની આશા પણ વ્યક્ત કરી છે.