Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક નો અકસ્માત મા 4 ના મોત એક નો આબાદ બચાવ  

Share

રાજપીપળાના પાંચ મિત્રો નેત્રંગ ફરવા અર્થે ગયા હતા, પરત ફરતા મોડી રાત્રીના થયો અકસ્માત
બે ના ઘટના સ્થળે મોત, બેના વડોદરા સિવિલ મા લઈ જતા મોત નિપજ્યા
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમા રાજપીપળાના બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે અન્ય બે ના વડોદરા સિવિલમા લઈ જતા મોત નિપજ્યા.આમ કુલ 4 ના મોત થયા હતા અને એક નો આબાદ બચાવ થયો હતો.રાજપીપળા પોલિસે ઘટના સ્થળ પર પહોચી અકસ્માત ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
રાજપીપળાના પાંચ મિત્રો નેત્રંગ કામ આર્થે ગયા હતા, પરત ફરતા મોડી રાત્રીના થયો હતો.અકસ્માત ઘટના સ્થળે મૃત્યુ પામેલા બે પૈકી ( 1) વિજય છત્રસિંહ પરમાર (2) સ્નેહલ અરવિંદ વસાવા જયારે બરોડા ખાતે મોતને ભેટેલામાં (1) પવન પ્રતાપ નાઈ અને (2) ધર્મેશ ખુમાનસિંહ વસાવાનો સમાવેશ થાય છે જ્યારે આ અકસ્માતમાં મીત રમણ વસાવાનો આબાદ બચાવ થયો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાશ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

ProudOfGujarat

ગોધરા : રાજપૂત સમાજની વાડી ખાતે વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતી મહિલા શક્તિનું સન્માન કરાયુ.

ProudOfGujarat

વડોદરામાં ફતેગંજ વિસ્તારની ધ ચોકલેટ રૂમ રેસ્ટોરામાં આગથી લાખોનું નુકસાન

ProudOfGujarat
error: Content is protected !!