રાજપીપળાના નર્મદા જિલ્લાના કેવડિયા પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય ત્યાં પ્રવસીઓની સાથે વાહનોની અવર જવર પણ ચારઘણી થઈ હોય છાસવારે અકસ્માતો સર્જાય છે ત્યારે ગતરોજ એક ટ્રકે ફ્લાવર ઓફ વેલી પાસે અકસ્માત કરતા લાખોનું નુકસાન કરતા ફરિયાદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ વેલી ઓફ ફ્લાવર પાર્કીંગમા ટ્રક નં.GJ 18 X 8360 ના ચાલકે પોતાની ટ્રક પુરપાટ હંકારી લાવી વેલી ઓફ ફ્લાવર ખાતે લગાવેલ સ્ટેચ્યુની માહીતીના બોર્ડ તથા ટીકીટ કાઉન્ટરનુ કેબીન તથા બાજુમા આવેલ લોખંડની રેલીંગ તેમજ વાયરલેસ વાઇફાઇ લગાવેલ થાંભલા સાથે અથાડતા કેબીનમા મુકેલ ટીકીટ મશીન કોમ્પ્યુટર ને અથાડી આશરે રૂ.૧,૨૫,૦૦૦ નુ નુકશાન કરતા આ બાબતે હસીતભાઇ સીરેન્દુભાઇ વોરા રહે,કેવડિયા એ ફરિયાદ આપતા કેવડિયા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી