Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાની મુખ્ય કેનાલમાંથી બકનળી-પંપ હટાવી લેવાની નિગમની નોટીસની હોળી બાદ ઊંડવાના ગ્રામજનોએ સરકારના છાજીયા લઈ રામધૂન બોલાવી.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા )
નર્મદાના પાણી સરકારના માથાનો દુખાવો બનતા જાય છે.પહેલા 15 માર્ચ થી સિંચાઈ માટે પાણી બંધ કરવાની વાત બાદ હવે નર્મદા ડેમથી 10 કિલોમીટર વિસ્તારના ખેડૂતોને બકનળીઓ ઉઠાવી લેવાની નોટિસો આપતા નવા વિવાદે જન્મ લીધો છે.ત્યારે સરકાર સામે ગ્રામજનોએ આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું છે.નર્મદા નિગમની નોટીસની હોળી કર્યા બાદ બીજી દિવસે ગ્રામજનોએ નર્મદા મુખ્ય કેનલનો મેઈન ગેટ બંધ કરવાની ચીમકી આપી હતી.જેથી સોમવારે ત્યાં એસઆરપી અને નર્મદા પોલીસનો મોટો કાફલો તંત્ર દ્વારા ત્યાં ખડકી દેવાયો હતો.દરમિયાન નર્મદાનું પાણી નર્મદાને નહીં તો ગુજરાતને નહીં ના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો નર્મદા ડેમની મુખ્ય કેનલ પર પહોંચી ગયા હતા અને સરકારના છાજીયા લઈ રામધૂન બોલાવી હતી.
વાસ્તવમાં ગરૂડેશ્વરના ઊંડવાના ગ્રામજનોએ જણાવેલી હકીકત એવી છે કે આ ગામ મુખ્ય કેનાલને અડીને ડેમથી 9 કિલોમીટરના અંતરમાં આવેલ છે. આ ગામે 200 એકર જમીન કેનાલમાં અને નર્મદા ડેમમાં સંપાદન થઈ છે.તેમ છતાં આ ગામના ખેડૂતોને પાણી નહીં મળતા મજબૂરી વશ ખેડૂતો સિંચાઈ માટે મુખ્ય કેનાલ માં બકનળીઓ નાખી રહ્યા છે.અને હજુ સરકાર જો સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવતી નથી.સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચતું પાણી પોતાને મળે એ માટે કાયદેસરની માંગ તેઓ નિગમ પાસે કરે છે પણ પાણી આપતા નથી. મુખ્ય કેનલમાંથી ખેડૂતો માટે માઇનોર કેનાલ બન્યાને 20-20 વર્ષના વ્હાણા વીતી ગયા છતાં એક પણ ટીપું પાણી કેનલોમાં આવ્યુંનથી.જેથી બકનળીથી પાણી લઈએ છે ત્યારે નિગમ અને એસઆરપી દ્વારા ગામના ખેડૂતોને માર પણ મારવામાં આવતો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે.
નર્મદા બંધના દરવાજા લાગ્યા પછી પાણીનું સારુ સંચાલન કરવામાં નિગમ અને નર્મદા કંટ્રોલ ઑથોરિટી ઉણી ઉતરી હોય તેમ આગામી 15 માર્ચથી ખેડૂતોને પાણી નહિ આપવાના નિર્ણયથી સમગ્ર ગુજરાતના ખેડૂતો નારાજ છે ત્યારે પાણી માટે પાણીપથનું યુદ્ધ ખેલાય એવા એંધાણ વર્તાય રહ્યા છે.

Share

Related posts

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામને બારડોલી સુગર ફેકટરીની મુલાકાત લીધી.

ProudOfGujarat

હાંસોટમાં સરકાર દ્વારા મોટી રાહત બાદ બજારો ધમધમી ઉઠયાં.

ProudOfGujarat

ચારેબાજુ ફક્ત એક જ ચર્ચા છે કે જય અને અનામિકાના પ્રેમનું શું આવશે પરિણામ….

ProudOfGujarat
error: Content is protected !!