Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદાની 6 બાળાઓને દત્તક લઈ એસબીઆઇ કર્મીઓએ પ્રજાસત્તાક દિન ઉજવ્યો.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા-ભરૂચ જિલ્લાના એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશનના અધિકારીઓએ નર્મદા જિલ્લાની 6 જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓનો 12 ધોરણ સુધીનો ખર્ચ ઉઠાવ્યો.
:નર્મદા જિલ્લો પછાત અને અંતરિયાળ જિલ્લો છે.અહીંયા કેટલાક એવા કેટલાયે લોકો છે કે જેઓ આર્થિક સંકડામણને કારણે અભ્યાસ કરી શકતા નથી.ત્યારે નર્મદા-ભરૂચ જિલ્લા એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશનના 16 જેટલા અધિકારીઓએ બેટી પઢાઓ-બેટી બચાવો સૂત્રને સાર્થક કરવા શુક્રવારે આર્થિક સંકડામણ અનુભવતા પરિવારની નર્મદા જિલ્લાના જીતનગર ગામની 6 વિદ્યાર્થીનીઓને દત્તક લઈ એમનો ભણવાનો ખર્ચ ઉઠાવી અનોખી રીતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરી હતી.
નાંદોદ તાલુકાના જીતનગર ખાતે ભરૂચ-નર્મદા એસબીઆઈ એસોસિએશન અને સર્વોદય સમાજ પરિવાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એસબીઆઈના 16 જેટલા અધિકારીઓએ પોતાના દર મહિનાના પગારમાંથી બચત કરેલી રકમમાંથી જીતનગર ગામની 6 વિદ્યાર્થીનીઓને દત્તક લઈ એમનો ભણવાનો ખર્ચ ઉઠાવ્યો હતો.આ સાથે જીતનગર પ્રાથમિક શાળાના 100 જેટલા બાળકોને અભ્યાસ અને રમતગમતની કીટ પણ એનાયત કરાઈ હતી.
આ માટે વિદ્યાર્થીનીઓએ એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશનના રિઝીઓનલ સેક્રેટરી ભરૂચના અમરીશ દવે,પ્રતાપનગર બ્રાન્ચના મેનેજર ગણપત વસાવા,રાજપીપળા શાખાના કનૈયાલાલ વસાવા,તિલકવાડા શાખાના મેનેજર દિલીપકુમાર,ડેડીયાપાડાના અરવિંદ વસાવા,એસોસિએશનના સભ્ય અરવિંદ ગોહિલ,પરિમલ પટેલ,ભુપેન્દ્ર વસાવા અને હેમંત કુમારનો આભાર માન્યો હતો.

Share

Related posts

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ખાતેથી વિમલ, ગુટખા અને તંબાકુના જથ્થા સાથે ભરૂચનાં એક વ્યક્તિની ઇનોવા કાર સાથે ધરપકડ.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

ડેડીયાપાડા મોવી હાઇવે પર ચપ્પુની અણીએ લૂંટ કરનાર પાંચ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat
error: Content is protected !!