(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ઘ્વજવંદન દરમિયાન વાહન ચાલકોએ સ્વયંભૂ વાહનો થંભાવી રાષ્ટ્રઘ્વજને સલામી આપી રાષ્ટ્રિયગીત ગાયું.
સમગ્ર ભારત દેશમાં 26મી જાન્યુઆરીએ 69માં પ્રજાસત્તાક દિવસની સરકારી કચેરીઓ સહિત વિવિધ સ્થળોએ રાષ્ટ્રઘ્વજ ફરકાવી રાષ્ટ્રિયગીત ગાઈને ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે રાજપીપળાની એક સેવાભાવો સંસ્થા કે જે ઘણા વર્ષોથી સેવાકીય કર્યો કરી રહી છે એવા રોટ્રેક્ટ કલબે રાજપીપળાના જાહેરમાર્ગ એવા સફેદ ટાવર ઉપર 69માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી શહેરીજનોને સરપ્રાઈઝ આપી હતી.જે રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
આ મામલે રોટ્રેક્ટ કલબ રાજપીપળાના પ્રમુખ તુષાર પટેલે જણાવ્યું હતું કે આમ તો દેશના રાષ્ટ્રીય પર્વની સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ પર ઉજવણી થાય જ છે.પણ આ ઉજવણીમાં મજૂર વર્ગ અને આમ જનતા ભાગ લઈ શકતી નથી.જેથી સામાન્ય મજૂર વર્ગ અને શહેરની આમ જનતા પણ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લઈ શકે એ હેતુથી અમે સફેદ ટાવર પર 69માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાનું વિચાર્યું.આ માર્ગ વાહનોથી અવરજવાર વાળો હોવાથી અત્યાર સુધી કોઈએ પણ અહીંયા રાષ્ટ્રીય પર્વ ઉજવ્યો નથી.પણ આમે તંત્રની આગવી પરમિશન લઈને આ કાર્ય કર્યું છે અને આગામી વર્ષોમાં દેશના બન્ને રાષ્ટ્રીય પર્વ અમે અહીંયા ઉજવીશુ એમ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળાના સફેદ ટાવર પર રોટ્રેક્ટ કલબ દ્વારા જેવો રાષ્ટ્રીયઘ્વજ ફરકાવાયો કે તુરંત ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય ગીત આદર પૂર્વક ગાયું હતું.જાહેરમાર્ગ પર રાજપીપળા રોટ્રેક્ટ કલબે રાષ્ટ્રીય પર્વ ઉજવવાની શરૂઆત તો કરી છે પણ આવનારા દિવસોમા શહેરની તમામ સેવાભાવ સંસ્થાઓ આમા સહભાગી બને એવું લોકો ઈચ્છી રહ્યા છે


