(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રાજપીપળા નજીકના આંબલી ગામ પાસેના એક ઝાડ સાથે સામેથી પુરપાટ ઝડપે એક પિક-અપ ગાડી આવી રહી હતી.દરમિયાન ચાલકે પોતાના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે ભટકાઈ હતી.જેમાં ચાલકનું ઘંટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજપીપળા નજીકના આંબલી ગામ પાસે ગત 24મી જાન્યુઆરીએ સવારે પુરપાટ ઝડપે MH 15 FV 4717 નંબરની પિક-અપ ગાડી લઈને સમાધાન ભારત પાચોકર(રહે.ઓડનેર,ભૈરવ તા.ચાંદવડ,મહારાષ્ટ્ર) જઈ રહ્યો હતો.દરમિયાન એણે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને એની ગાડી નજીકના ઝાડ સાથે ભટકાઈ હતી.જેમાં એને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ મામલે રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

