આ શાળામાં હાલ ૪૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અને ખાટલે મોટી ખોડ એ છે કે,આ શાળામાં એક માત્ર કાયમી શિક્ષક શારીરિક શિક્ષણ વિષયના હેમલતા તડપદા જ હાજર છે,બે પ્રવાસી શિક્ષક ૪ માસથી તો છે પરંતુ તે પણ માત્ર ૨૦ જાન્યુઆરી સુધી જ છે.અહીયા ક્લાર્કની અને આચાર્યની જગ્યા ખાલી છે.આ તમામ જવાબદારી આ શિક્ષક જ નિભાવી રહ્યા છે.હવે 20મી જાન્યુઆરી પછી ફરીથી આ હેમલતાબેન જ શિક્ષક તરીકે હશે.આવી પરીસ્થિતી તો છેલ્લા ૬ વર્ષથી ચાલી આવે છે.આ શાળાનાં એક શિક્ષક ફાજલ થતા અન્ય શાળામાં ફરજ તેઓ બજાવી રહ્યા છે.શાળામાં બે જ જાણ નો સ્ટાફ હોવાથી આ શિક્ષિકા બેન રજા પર જાય ત્યારે આ સ્કૂલ માં ઓડિયો કેસેટ મૂકી ને ભણવામાં આવે છે.
વાસ્તવમાં આ શાળા થોડાક વર્ષો પહેલા ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓથી ધમધમતી હતી પરંતુ આચાર્ય સહીતના શિક્ષકો અને ક્લાર્ક નિવૃત તો થયા પરંતુ આ ખાલી જગ્યા ખાલી જ રહી ગઇ.ભરતી કરવાનું સરકારને ના સૂઝ્યું કે ના સંસ્થાને સુઝયુ.છેલ્લા તમામ વિષયો માટે એક શારીરીક શિક્ષણના શિક્ષક જ તમામ રોલ ભજવી રહ્યા હોય વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઇ રહી છે. અહીનાં મંડળનાં પ્રમુખ અને મંત્રીનો સમ્પર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.પરંતુ ગ્રામજનોએ આક્રોષ વ્યક્ત કર્યો છે કે, વિદ્યાર્થીઓનાં હીતમાં આ શાળામાં શિક્ષકોની ભરતી થાય તે જરૂરી છે. બીજી વિદ્યાલય અહીંથી 20 કિલોમીટર પર છે એ સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણવા આવે છે.તો વહેલી તકે અહીં શિક્ષકો મુકાય તેવું ગ્રામજન જણાવી રહ્યા છે.
શિક્ષકોની અછ્તથી આ શાળાનાં બોર્ડનાં પરીણામ વિપરીત અસર પડી છે. ૨૦૧૫ માં 00%, 2016માં ૦૦% , ૨૦૧૭ માં ૦૮% રીઝલ્ટ આવ્યુ છે.જેથી આ શાળામાં હવે પ્રવેશ લેતા પણ અટકી રહ્યા છે.અન્ય નજીકની શાળાઓમાં અભ્યાસ અર્થે જઇ રહ્યા છે. જો કે, આ અંગે નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી ડૉ.નીપા પટેલનો સમ્પર્ક કરાતા તેઓએ જણાવ્યુ હતુ કે આ શાળા ગ્રાંટેબલ શાળા છે અને હાલ બે પ્રવાસી શિક્ષકો ફળવાયા છે.જો કે પ્રવાસી શિક્ષકો માત્ર ૨૦ જાન્યુઆરી સુધી જ હોવાનો ર્પશ્ન કરતા એમણે જણાવ્યું હતું કે,મંડળ પોતે સંસ્થાનાં ખર્ચે શિક્ષકની વ્યવસ્થા કરી શકે છે એમ જણાવી પોતાની જવાબદારી માથી હાથ ખંખેરી નાખ્યા હતા.