(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જીલ્લા સહીત રાજપીપળા શહેરમાં ઉતરાયણ નિમિત્તે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી મોઝ મસ્તી કરતા પતંગ રસિકો વહેલિ સવારથી જ પતંગ દોરા જોડે યુદ્ધ ખેલતા હતા.પરતું આ પતંગના દોરામાં રાજપીપળામાં 10 થી વધુ પક્ષીઓ દોરાથી ઘાયલ થઇ ગયા હતા.જેમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે 10 થી વધુને બચાવી લેવાયા હતા.
નર્મદા જિલ્લામાં આ વખતે સરકારી તંત્ર પણ કરુણાનિધિ પ્રોજેક્ટ લઈને પક્ષીઓને બચાવવા આભીયાન છેડ્યું છે.બીજી બાજુ વન વિભાગ પણ સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને સેવા સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને બચાવ્યા હતા.જેમાં રાજપીપળામાં હેલ્પ ગ્રુપ અને વનવિભાગ રાજપીપળા રેંજ દ્વારા પતંગ નાં ચાગાવી પતંગની દોરીથી ઘાયલ થયેલા અબોલા પક્ષીની સેવા કરવા જેમની સારવાર કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું.પુરા દિવસ દરમ્યાન 10 થી વધુ પક્ષીઓ રાજપીપળા વિસ્તારમાંથી ઘવાયેલા મળી આવ્યા જેમાં 10 કબૂતરો અને 1 કોયલનો સમાવેશ થયો હતો.જેમાં 10 જેટલા કબૂતરોની સારવાર કરી એમનો જીવ બચાવ્યો હતો.જ્યારે 1 કબૂતરનું મૃત્યુ થયું હતું.આ સારી કામગીરીને સૌ કોઇએ સરાહી હતી.