Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે જમવા બાબતે ઝગડો થતા પિતાની ઈંટ મારી પુત્રએ હત્યા કરી.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે નવી વસાહતમાં ભયજીભાઈ કોયજીભાઈ તડવી અને તેમના પુત્ર કાશીરામ ભયજીભાઈ તડવી એક જ ઘરમાં અલગ-અલગ રહે છે.અને બંને પિતા પુત્ર વચ્ચે અવારનવાર જમવા બાબતે ઝગડો થતો હતો.
ગત તારીખ 15 જાન્યુઆરીના રોજ સવારમાં 9 કલાકે બંને પિતાપુત્ર વચ્ચે જમવા બેઠા હતા તે જ વખતે બન્ને વચ્ચે ભારે બોલાચાલી થતા પુત્ર કાશીરામ ભયજીભાઈ તડવીએ તેના પિતા ભયજીભાઈ કોયજીભાઈ તડવીનાં માથાનાં ભાગે ઈંટો વડે માર મારતા પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.બાદ તેમને રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જે બાદ સારવાર દરમ્યાન જ ભયજીભાઈ તડવીનું મોત થયું હતું.
બાદ આંબાવાડી ગામના ધનીબેન મેવાસીએ પોતાના આરોપી પુત્ર કાશીરામ ભયજીભાઈ તડવી સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગે ફરિયાદ દાખલ કરાતા ડેડીયાપાડા પીએસઆઇએ ગુનો દાખલ કરીને આરોપી પુત્ર કાશીરામ તડવીની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.મૃતક પિતા ભયજીભાઈ કોયજીભાઈ તડવીની લાશનું રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે.

Share

Related posts

ગોધરા બ્લોક કક્ષાનો દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચની રોજગાર કચેરી બહાર યુવા કોંગ્રેસ દ્વારા રાજય સરકારની યુવાઓને રોજગાર આપવાની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….

ProudOfGujarat
error: Content is protected !!