(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
નાંદોદ તાલુકાના નાવરા ગામના યુવાનનો ચેક બાઉન્સ જતા જેના વિરુદ્ધ થયેલી ફરિયાદનો કેશ રાજપીપલા એડી.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક ની કોર્ટ માં ચાલી જતા નામદાર કોર્ટે આ ગુનામાં 1 વર્ષની કેદનો હુકમ કર્યો હતો.સાથે 10 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે અને જો રકમ ના ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરતા ભારે ચકચાર મચી છે.
રાજપીપલામાં રહેતા ઇશ્વર અનિલ પટેલ (એલચીવાળા)ના કૌટુમ્બીક સંબંધી એવા નાવરા ગામે રહેતા અનિલ પ્રહલાદ પટેલ મકાનના અધુરા કામ માટે ત્રણ લાખ રૂપિયાની જરૂર પડતા આ અનિલ પટેલ(એલચીવાળા) પાસે 4 મહિના માટે ઉછીના માંગ્યા હતા.બેંક લોન પાસ થઈ જતા આ રુપિયા પરત આપશે નો વાયદો પણ કર્યો હતો.જેથી અનિલ પટેલે પોતના પુત્ર પ્રતિક પટેલની હાજરીમા પોતાના સંબંધી ને મદદરુપ થવા 27 સપ્ટેમ્બર 2015 ના રોજ 3 લાખ રોકડા આપ્યા હતા.જે નાણા લેતા અનિલ પ્રહલાદ પટેલે 3 લાખનો ચેક 1ફેબ્રુઆરી 2016 નો SBI પ્રતાપનગર શાખાનો ચેક સામે આપ્યો હતો.જે સમય જતા બેન્કમાં વટાવવા નાખતા રિટર્ન થયો હતો.બાદમાં અનિલ એલચીવાળા દ્વારા વારંવાર માંગણી કરવા છતાં તે આપી શક્યો નહિ જેથી ધારાશાત્રી આર.એસ.પંજવાણી મારફતે રાજપીપલા એડી.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક ની કોર્ટ માં ઘી નેગોશિએબલ ઇન્સ્ટ એક્ટ કલામ-138 મુજબ ફરિયાદ કરતા જે કેશ કોર્ટમાં ચાલતા નામદાર કોર્ટે અનિલ પ્રહલાદ પટેલને એક વર્ષની કેદનો હુકમ કર્યો છે.સાથે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો અને જો દંડ ના ભરે તો વધુ 3 માસની કેદનો હુકમ કર્યો છે.આ કેશના ચુકાદાથી રાજપીપલા નગરમાં ખોટા ચેકો આપનારાઓમાં ફફળાટ ફેલાયો છે.