રાજપીપલામાં રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા જાહેરસભા અને જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં ખોટા આદિવાસીઓના પ્રમાણ પત્રો મેળવી જે ચારણ ભરવાડ સહીતની જાતિઓએ અનામત નોકરી પ્રવેશ મેળવ્યો છે જે બાબતે રાજ્ય સરકારે આવા ખોટા પ્રમાણ પત્રો રદ કરી દીધા એના સમર્થનમાં અને CAA અને NCR અંગે આદિવાસીઓમાં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. રાજપીપલા જીન કમ્પાઉન્ડમાં જાહેર સભા યોજી રાજપીપલાના જાહેર માર્ગો પર રેલી ફરી જિલ્લા કલેકટરને રાજ્યપાલ અને વડાપ્રધાનને સંબોધીને તેમની કામગીરી ને સમર્થન અપાતું આવેદન આપ્યું હતું. જાહેર સભામાં સાંસદ મનસુખ વસાવાએ કૉંગ્રેસ અને બિટીપી પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાન બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને નાગરિક બનાવવાની વાત કરે છે પણ એ ભારતના નિવાસી નથી ઘૂસણખોર છે. BTP ના લોકો આદિવાસીઓને ભરમાવવાનું કામ કરે છે. અને આદિવાસીઓમાં અંદરો અંદર લડાવવા માંગતા નથી. ભરૂચ જિલ્લાના વાલીયા ગામના સરપંચે મોટો ભ્રષ્ટચાર કર્યો બાબતે એ જે સરપંચોને મનસુખ વસાવાની ચીમકી આપી હતી કે સરકારી નાણાંનો દૂરઉપયોગ કરતા સરપંચોને ખુલ્લા પાડો સાથે કોંગ્રેસના શાસનમાં ખોટા પ્રમાણ પત્રો આપ્યા છે. જે વખતે છોટુભાઈ વસાવા વિધાનસભામાં હતા કેમ વિરોધના કર્યો ચીમનભાઈ ની સરકારે સૌથી વધુ ખોટા પ્રમાણ પત્રો અપાયા, નોકરી એડમિશન લીધા છે. ભરૂચ નર્મદા સહિત ગુજરાતના આદિવાસી યુવકોને મનસુખ વસાવાનો ખુલ્લો પડકાર કર્યો કે કોઈ પણ ખોટા લોકોની વાતમાં આવી કોઈ તોડફોડના કરશો.સમજો સાચી હકીકત કહી BTP ના નેતાઓ ને ખુલ્લી ધમકી આપી હતી.
રાજપીપળા આરીફ જી કુરેશી