સ્પોર્ટ ક્ષેત્રે ફરી એક વાર ભરૂચ જિલ્લાનું નામ ગુંજવા જઇ રહ્યું છે …અવાર નવાર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્થળે ભરૂચ જિલ્લાના ખેલાડીઓ ક્રિકેટ ની દુનિયા માં છવાયેલા નજરે પડ્યા હતા હવે ભરૂચ ની મહિલા ક્રિકેટરો પણ ભરૂચ નું નામ ગુંજતું કરવા ઇન્ટર સ્ટેટ ક્રિકેટ રમવા જઈ રહી છે…….
ભરૂચ માં રહેતી ખુશી મારવાડી અને મહેક કાલીવાલા બે મહિલા ક્રિકેટર ની ગુજરાત ક્રિકેટ એસોસિએશન અન્ડર ૧૬ ટિમ માં ઇન્ટર સ્ટેટ રમવા માટે પસંદગી પામતા ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને જિલ્લા ના ક્રિકેટ પ્રેમી ખેલાડીઓ માં ખુશી નો માહોલ છવાયો હતો…
હારૂન પટેલ




