વિશાલ મિસ્ત્રી રાજપીપલા
નર્મદાના કુંભેશ્વર ખાતે LGBTQ કોમ્યુનિટી માટે સૌથી પહેલું રિસોર્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.
નર્મદા જિલ્લાના રાજપીપલાના યુવરાજ માનવેન્દ્ર સિંહ પોતે સમલૈંગિક સંબંધ ધરાવતા હોવાની વાત જાહેર કાર્ય બાદ લક્ષ ટ્રસ્ટ બનાવી સમલૈંગીકોને HIV માટે લડત ચલાવી રહયા છે.દેશમાં સમલૈંગિક સબંધો પર પણ સરકારની મંજૂરી હોવી જોઈએ તથા ભારતમાં ગેરકાનૂની નહિ ગણાવા સુપ્રીમમાં ત્રણ પિટિશનો દાખલ કરવામાં આવી હતી.જેમાં કાયદામાં સમલૈંગીક સંબંધ માટેની કલમ 377 રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.એ બાબતે દેશ ભરમાં ચર્ચા જગાવનાર મુદ્દો પુનઃ ગરમાયો છે.અને સુપ્રીમ કોર્ટે ફેર વિચારણાની વાત કરતા સમલૈંગીઓમાં આનંદની લહેર પ્રસરી છે.આ નિર્ણયને માનવેન્દ્ર સિંહે ઐતિહાસીક ગણાવ્યો છે.
સુપ્રીમે 377 પરની કલમ પર ફેર વિચારણા કરતા રાજપીપલાના યુવરાજ લક્ષય ટ્રસ્ટના માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હમારી લડત હવે ખત્મ થશે.ભારત દેશમાં સમલૈંગિકોના સંબંધને લઈને છેલ્લા કેટલાય વર્ષથી લક્ષ ટ્રસ્ટ દ્વારા રાજપીપલાના યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા એક લડતચલાવવા આવી રહી છે. અને યુવરાજ પોતે ગે હોવા અને સમલૈંગિક સંબંધ ધરાવતા હોવાની પણ જાહેરાત કરી છે.ત્યાંરે દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા 377 ની કલમ પર ફેરવિચારણ કરતા એક ખુશીની લહેર ફેલાઈ છે.યુવરાજ માનવેન્દ્રસિંહ પોતાની આ લડતને જીત તરફ જણાવી રહ્યા છે.અને હવે આ નિર્ણય સુપ્રીમના ત્રણ જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચાલાવાશે એને ખુબજ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે.વધુમાં જણાવ્યું હતું કે સમલિંગીકો માટે આ એક ખુશી છે.ગુજરાતમાં નર્મદા નદીના કિનારે જે ભવ્ય મહેલમાં એક સમયે ભારતના વાઇસરૉય અને લેખક ઈઆન ફ્લેમિંગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તે મહેલમાં હવે LGBTQ કોમ્યુનિટી માટે સૌથી પહેલું રિસોર્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળાના રાજકુમાર માનવેંદ્રસિંહ ગોહિલ પોતે ગે છે અને LGBTQ કોમ્યુનિટીના અધિકારો માટે લડત લડી રહ્યા છે.હવે તેઓ પોતાના આ મહેલમાં એક કેન્દ્રનો વિકાસ કરી રહ્યા છે.જે આગામી સમયમાં ખુલ્લું મુકાશે ની વાત કરી હતી.