Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

રાજપીપળાની બચપન ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના બાળકોને શિયાળાની વહેલી સવારે વિદેશી પક્ષીઓની ઓળખ કરાવી.

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપલા
રાજપીપલા ખાતે આવેલ એ બચપન ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક સ્કૂલના નાના બાળકોને વિદેશી પક્ષીઓની ઓળખાણ કરાવવાના હેતુસર નાંદોદના જીતનગરના જંગલોમાં વિન્ટર પીકનીક માટે લઈ જવાયા હતા.શાળાના સંચાલક હીના રાઉલજી શિક્ષિકા ભાવના ઠાકોર,રાજેશ્રી પુવાર,નિશિતા  દોશીએ યાયાવર પક્ષીઓની ઓળખ કરાવતા નાના બાળકોમાં ખુશી લહેરી હતી.આજના આધુનિક યુગમાં જયારે શાળામાં ભણતા વિધાર્થીઓને માત્ર ચિત્રમાં પક્ષીઓને જોઈ ખુશ થાય છે ત્યારે આ શાળાના સંચાલકો દ્વારા કુદરતી વાતાવરણમાં આબેહૂબ પક્ષીઓને નિહાળતા વિધાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા હતા.શાથે જ જંગલોમાં નાના બાળકોને ટ્રેકિંગ કરાવી અને શિયાળામાં નાના બાળકોને રમતગમત કરાવી તેમની તંદુરસ્તીની જાળવણી પણ થાય એ હેતુથી એક નાની વિન્ટર પિકનિકની મઝા માણી હતી.

Share

Related posts

વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવા યુવાઓ આતુર ફુલબજારમાં તેજી હોવાથી ગુલાબના ભાવમાં ઝડપી વધારો.

ProudOfGujarat

વાગરાના વસ્તી ખંડાલી ગામ ખાતેથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

ProudOfGujarat
error: Content is protected !!