વિશાલ મિસ્ત્રી રાજપીપલા
ભારતના 20 રાજ્યોમાંથી 4 લાખથી વધુ આદિવાસી આગેવાનો રાજપીપલા આવશે.
સાંસ્કુતિક પહેરવેશ,રહેણી કેણી,ધાર્મિક વસ્તુઓ પુસ્તકો,આદિવાસી વિસ્તારોની વાનગી ઓનું પ્રદર્શન અને સ્ટોલ લાગશે,
નર્મદા જિલ્લામાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય આદિવાસી એકતા મહાસંમેલન આગામી 13,14,15 જાન્યુઆરીના રોજ રાજપીપલા જિતનગર ચોકડી પાસે વિશાલ મેદાનમાં યોજાશે.જેમાં ત્રણ દિવસમાં 20 રાજ્યોમાંથી 4 લાખથી વધુ આદિવાસી આગેવાનો રાજપીપળા ખાતે ઉમટી પડશે.તો આ મહાસમનેલને સફળ બનાવવા માટે સંમેલન પર એક બેઠક મળી હતી.જેમાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, આદિવાસી એકતા પરિષદ ગુજરાતના સંયોજક ડો.શાંતિકર વસાવા,ડો.દયારામ વસાવા,ડો.પ્રફુલ વસાવા,મીડિયા કન્વીનર સંજય વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલન અંગે વધુ માહિતી આપતા ડો.શાંતિકર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી એકતા પરિષદ છેલ્લા 25 વર્ષથી દર વર્ષે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન અલગ-અલગ રાજ્યોમાં યોજી રહ્યું છે.આ વર્ષનું મહાસંમેલન ભીલ નાંદુરાજાની નગરી રાજપીપલા ખાતે તારીખ -13, 14, 15 જાન્યુઆરી 2018 ના રોજ યોજાશે,જેમાં દેશ –વિદેશનાં ચિંતકો અને તજજ્ઞો પધારવાના છે.આ સાંસ્કૃતિક એક્તા મહાસંમેલનમાં કુલ-15 થી 20 રાજયોના કલાકારો સાહિત્યકો,લેખકો,કાર્યકરો ભાગ લેશે.રાજપીપલામાં દેશ માંથી આવેલા નૃત્યકારો રેલી સ્વરૂપે સાંસ્કૃતિક દર્શન રાજપીપલાની જનતાને કરાવશે.કશ્મીર થી લઇ કન્યાકુમારી સુધી આદિવસી પરંપરાગત નૃત્યો,ગીતો,નાટકો વગેરે કૃતિઓ રજુ થશે.જેનો લાહવો લેવા સંપૂર્ણ ગુજરાત આદિવાસી બિનઆદિવાસી ભાઇ-બહેનોને નિશુલ્ક ઉપસ્થિત રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.આ સંમેલનમાં દુનિયાના આદિવાસી પ્રતિનિધીઓ હાજર રહી આદિવાસી સમાજના આંતરરાષ્ટ્રીય અધિકારો અને અસ્તિત્વની વાતો કરશે.તથા આદિવાસીઓ માટે સંધર્ષરત કાર્યકરોના પ્રવચનો રહેશે.