વિશાલ મિસ્ત્રી રાજપીપળા
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો હાલમાં પણ બીમારીમાં અપૂરતી સારવારને લીધે મોતને ભેટતા હોય છે.ત્યારે અનુપન મિશન મોગરી દ્વારા 6 અને 7 જાન્યુઆરી એમ બે દિવસનો મેડિકલ સારવાર કેમ્પ યોજાયો હતો.જેમાં અમુપમ મિશન મોગરીના સંત શ્રી સતીષ ભાઈ,સંત શ્રી અરવિંદભાઈ,સંત શ્રી મણીભાઈ અને ડૉ.વનરાજસિંહ સોલંકીએ હાજર રહી જિલ્લાના અંતરિયાળ ગામો જેવાકે મોટા થવડીયા,ફેરકુવા, ચોર,મહુડી,માંડણ,માથાવાડી,જુનવદ ,પીપરીયા,વવીયાલા સહિત અન્ય ગામોમાં પહોંચી ગ્રામજનોને વિવિધ રોગોની મફતમાં સારવાર અપાઈ હતી.જેમાં 2000 થી વધુ લોકોએ લાભ લીધો હતો.સાથે સાથે જરૂરિયાતમંદ 1460 મહિલાઓને સાડીઓની વિતરણ પણ કરાયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અનુપમ મિશન મોગરી દ્વારા વર્ષ 2006 થી નર્મદા જિલ્લાના કેવડિયા તેમજ આસપાસના છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ હેઠળ દર્દીઓની ઘરે જઈને તપાસ કરાય છે.સાથે બાળકોને શિક્ષણને લગતિ માહિતીઓ,અને વ્યસન મુક્તિના કાર્યક્રમો કરી સામાજિક ઉત્થાનના કાર્યો કરાય છે.