વિશાલ મિસ્ત્રી રાજપીપલા
GSNT દ્વારા ચાલતી સંસ્થા ખસેડી વ્યારા લઇ જવાતા નર્મદાના HIV પીડિતોની દયનિય હાલત,આ રોગના ઉપચાર માટે ART જે દવા લેવાની હોય એ રેશિયો પણ ઘટી રહ્યો છે.
:નર્મદા જિલ્લામાં 250 થી વધુ HIV પીડિતો છતાં GSNT દ્વારા ચાલતી સંસ્થા ખસેડી વ્યારા લઇ જવાતા નર્મદાના HIV પીડિતોની હાલત દયનિય બની છે.અને રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યમાં 19 કેન્દ્રો માંથી 16 કરી દેવાતા અહીંયા આદિવાસી જિલ્લાની બાદબાકી થઇ છે.સાથે સાથે HIV મામલે કોઈ જાગૃતિ કે આભીયાનમાં કામગીરી કરનાર સંસ્થા પણ નર્મદા જિલ્લામાં ન હોવાથી આ રોગના પીડિતોની દયનિય હાલત થઈ છે.આ રોગના ઉપચાર માટે ART દવા લેવાની હોય છે એ રેશિયો પણ ઘટી રહ્યો છે.તો નર્મદા જિલ્લામાં HIV રોગની જનજાગૃતિ માટે એક સંસ્થા શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લામાંથી HIV પીડિતોને મદદરૂપ થતી સંસ્થા બંધ કરી છેક વ્યારા ખસેડી દેતા હાલમાં તો આદિવાસી જિલ્લામાં HIV પીડિતોની હાલત દયનિય બની છે.HIV પીડિતોને જીવન બચાવવા માટે જે દવાની જરૂર છે એની નોંધ કોણ કરે,એમની કાળજી કોણ રાખે ,HIV પીડિતોને મળતી સરકારી સહાય ક્યાં મળે,કેવી રીતે લેવાય સહિત અન્ય સમસ્યાઓનો સામનો પણ દર્દીઓ કરી રહ્યાં છે.HIV પીડિત દર્દીને જો ડિલિવરીનો પ્રશ્ન હોય તો પણ આ સંસ્થાઓ આગાઉ આશીર્વાદ રૂપ સાબિત થતી હતી.પણ હાલ આ સંસ્થાઓ બંધ થઇ જતા હવે HIV પોઝિટિવોનો અટકેલો મૃત્યુ આંક વધે તો નવાઈ નહિ.
આ બાબતે HIV પીડિતે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 250 થી વધુ HIV પોઝિટિવ દર્દીઓ હોવા છતાં કોઈ બેલી નથી.સરકાર જે સંસ્થાઓને અમારી મદદ માટે રાખે છે જે નર્મદાથી ખસેડી વ્યારા જવાતા નર્મદા જિલ્લાનું શુ થશે?અમારે નિયમિત દવાથી લઈ અન્ય કોઈ સમસ્યા હોય તો કોને કહીયે કે કોઈ લાભ ની પણ જાણ અમને કોણ અપાવે એ અમારો મોટો પ્રશ્ન છે.જેથી અમે 250 જેટલા દર્દીઓ અત્યારે તો અનાથ થઇ ગયા છે.