Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં મગરો બહાર સનબાથ માટે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ.

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
નર્મદામાં જ એક મગર રેસ્કયુ પોઇન્ટ બનાવી માનવ મૃત્યુ કે માનવો ઘાયલ થાય છે તે પ્રકારની ઘટના ઓછી બને તે માટે વન વિભાગ પ્રયાસમાં,
નર્મદાના જિલ્લામાં હાલ ઠંડીની મોસમ શરૂ થઇ છે.સામાન્ય માનવીની જેમ સરિસ્રુપ પ્રાણીઓને પણ ઠંડીની અસર થાય છે.સાપ,અજગર જેવાં સરિસ્રુપો તડકો મેળવવા બહાર આવે છે.જ્યારે મગર એક એવુ ઠંડા લોહી વાળુ સરિસ્રુપ પ્રાણી છે જેનું ઠંડીમાં શરીરનુ તાપમાન ઘટી જાય છે.તેથી નર્મદા જિલ્લામાં પણ શરીરનૂ તાપમાન જાળવી રાખવા માટે ગરમી મેળવવા તડકામા બહાર આવી સન બાથ લેતા મગરો નજરે પડે છે.એ મગરોને જોવા પણ લોકો ઉમટી પડે છે.પણ આ મગરો ગામ સુધી કે માનવ વસ્તી સુધી આવી જતા માનવ જીવમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવાયું છે.
નર્મદા જિલ્લામાં સરદાર સરોવર અને કરજણ બંધની  કેનાલોના કારણે મગરોની પુષ્કળ વસ્તી આવેલી છે. જેમાં ખાસ કરીને સરદાર સરોવર,કેવડીયાના લક્ષ્મણ ધારા કુંડ,રાજપીપળાનો કરજણ ઓવારો,ઉપરાંત ગોરા પુલ પાસેનો ત્યાગી ઘાટ,રામપુરા,ગરુડેશ્વર પુલ નીચે નર્મદા,રામપુરા,મકોડિઘાટ,શહેરાવ ગામનો ઓવારા તથા ગભાણા ખાડી,કોઠી પુલ,સરદાર સરોવર ડેમ સાઇટના ચાર તળાવો,ખડગડા ખાડી,ધામધરા,અને લક્ષ્મણ ઘાટ કુંડમા મગરોની વસ્તી આવેલી છે.ગત વર્ષથી થયેલી છેલ્લી મગરની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા મુજબ વસ્તી ગણતરીમાઁ મગરોની કુલ સંખ્યા 200 જેટલી ગણવામાં આવી હતી.જેમાં ઘણી જગ્યાએ મગરો સમૂહમાં વસવાટ કરે છે.ત્યારે હાલ શિયાળામાં આ મગરો ખોરાકની શોધમાં અને શરીરનું ઉષ્ણતામાન જાળવવા માનવ વસ્તી સુધી આવી જતા આમ જાનતામાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.નર્મદાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમા 40 થી વધુ મગરો પકડી તેમને જીવતદાન આપ્યુ છે તેમનાં જણાવ્યા અનુસાર બીજા જિલ્લામાથી બહારથી રેસ્ક્યુ કરીને પકડાયેલા મગરને પણ સરદાર સરોવરમાં છોડી મૂકવાથી મગરોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે.  ત્યારે લોકો દ્વારા માંગ ઉઠી છે કે વનવિભાગ મગર રેસ્ક્યુ સેન્ટર કે મગરપોઇન્ટ બનાવે.
મગરોના સામૂહિક “સનબાથ” ( સૂર્ય સ્નાન ) અંગેનું વિજ્ઞાન પણ જાણવા જેવુ છે.કેવડિયાના આર.એફ.ઓ અનિરુદ્ધસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર મગર એ ઠંડા લોહી વાળુ પ્રાણી છે.શિયાળામા શરીરના નિયત તાપમાન કરતા ઠંડીમાં મગરના શરીરનુ તાપમાન ઘટી જાય છે.તેથી તેને ગરમી મેળવવા તડકામાં બહાર આવવું પડે છે.કલાકો સુધી તડકો મેળવીને શરીરને ગરમ કરી લે છે.અને બપોર સુધીમા નદીના હુંફાળા પાણીમા પુનઃ સરકી જાય છે.તડકો મળવાથી મગરના શરીરમા ઊર્જા શક્તિનૌ સંચાર થાય છે.પરંતુ આ કારણેજ લોકોમાં ભયનો માહોલ ફેલાય છે.પણ આ મામલે જો વન વિભાગને જાણ કરવામાં આવે તો નિષ્ણાતોની રેસ્ક્યુ ટીમની મદદથી એ મગરને પકડવાની પણ સગવડ છે.નર્મદામાં પણ ગુજરાત સરકારના પ્રયત્નથી એક મગર રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે અને આ રેસ્ક્યુ સેન્ટરમાં આવા મગરોને પકડી જરૂરી ટ્રીટમેન્ટ આપી દૂર છોડી દેવામાં આવશે.નર્મદામાં જ એક મગર રેસ્કયુ પોઇન્ટ બનવાથી માનવ મૃત્યુ કે માનવો ઘાયલ થાય છે તે પ્રકારની ઘટના ઓછી બને તે માટે વન વિભાગ પ્રયાસમાં છે.ખાસ કરીને સરદાર સરોવર જેવા વિશાળ જળ સ્ત્રોત માં મગરો હોવા ઉપરાંત રેસ્ક્યુ કરીને પણ છોડતા આ સરદાર સરોવરની કેનાલોમાં મગરો વધી રહ્યા છે.પરંતુ આ તમામ સરોવરમાં મગરોથી મનુષ્યને અને મનુષ્યથી મગરોને જીવતદાન મળે તે જોવાની આપણા સહુની સહિયારી જવાબદારી છે.

Share

Related posts

ભરૂચ : વાલીયામાં દરજીની દુકાનેથી નજર ચૂકવી સોનાની ચેઇન અને રોકડ રકમ લઇ ગઠિયાઓ ફરાર…

ProudOfGujarat

નર્મદા જિલ્લાની મહિલાએ કેમ પીએમ મોદીને ભૂખ હડતાળની ચીમકી આપી જાણો હકીકત…

ProudOfGujarat

અંકલેશ્વર : ડો.વિક્રમ સારાભાઈની 101 મી જન્મ જયંતિએ કોરોના વોરિયર્સને મોમેન્ટો આપીને સન્માન કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!