રાજપીપલા નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી આગેવાનો અને આદિવાસી સંગઠનો તેમજ મુસ્લિમ સંગઠનના અગ્રણીઓ સહિત ના લોકો ભેગા થઇ ને રાજપીપલામાં NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળના કાયદા નો વિરોધ કરી રાજપીપળાના જાહેર માર્ગ પર રેલી કાઢીને ડૉ.બાબાસાહેબ આબેડકર ની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા બાદમાં આગળના નિયત રૂટ પર રેલી પ્લેકાડૅ, બેનરો સાથે સરકાર સરકાર વિરોધી સુત્રોચાર કરીને કલેકટર કચેરી ખાતે પોહચી હતી જયાં મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા આદિવાસી સમુદાય ના લોકોની ઉપસ્થિતિમાં દેશના રાષ્ટ્ર પતિ, વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, રાજ્યપાલ,મુખ્ય મંત્રી સહીત સંબંધિત અધિકરીઓ અને મંત્રીને સંબોધતું આવેદન આપ્યું હતું। જેમાં કારોબારી ચેરમેન બહાદુર વસાવા, પાલિકા પૂર્વ પ્રમુખ ભરત વસાવા, ડો.શાંતિકર વસાવા, ડો.પ્રફુલ વસાવા, શકીલ શેખ, સહીત ના આગેવાનો જોડાયા હતા અને સરકારે દેશમાં લાગુ પડાયેલા કાયદાઓનો ભારે વિરોધ નોધાવી સંવિધાન બચાવો દેશ બચાવોCCA NRRC નો ઠોકી બેસાડેલો કાળો કાયદો રદ કરો રદ કરોના નારા લગાવવામાં આવ્યા હતા. જેમનું કહેવું છે કે આ કાયદો એકદમ ભારતીય સંવિધાન અનુચ્છેદ 244 (1) હેઠળની 5 અનુસૂચિ 1 મા આદિવાસીઓ ને આપવામાં આવેલા અધિકાર ના પ્રાવધાનોનો ભંગ થઈ રહ્યો છે અને આ કાયદાઓથી દેશના મુળ માલિક ગણાતા આદિવાસીઓને આપવામાં આવેલા બંધારણીય અધિકારો હકકો ઉપર તરાપ વાગીને છીનવાઈ જાય તેમ છે આદિવાસી વિસ્તાર અને અનુસૂચિત 5 ના આદિજાતિ વિસ્તારોમાં જનજાતી ના વિકાસ માટેની ખાસ જોવાઈ અને સસ્વંત્રતા સત્તા આપવામાં આવી છે. પેસા એક્ટ રાજ્યમાં લાગુ છે. ત્યારે NRC, CAA કાયદો કોઈ પણ રીતે લાગુ પાડી શકાય નહિ આદિવાસી વિસ્તારમાં સ્વતંત્રતા જરૂરી છે. જેથી આ કાયદાનો વિરોધ કરીએ છે જેને રદ કરો આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદા નો વિરોધ સ્થાનિક લોકોને નુકસાન પહોંચાડશે અને આદિવાસીઓને બેઘર કરી દેશે આ માટે આ કાયદાને રદ કરો એવી માંગણી કરી છે. આ સાથે સરકાર આવા નિયમો કાયદાઓ હેઠળ આદિવાસીઓનો સ્વતંત્રતાના અધિકારો છીનવી અવાજ દબાવી દેવા માંગે છે અને જમીનો હડપી લેવા માંગે છે જેને કારણે આજે ભારે ઉગ્ર વિરોધ કરવા આદિવાસીઓએ જાહેર માગૅ પર નિકળી ને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે નમૅદા જિલ્લા પંચાયત ના કારોબારી ના ચેરમેન બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓના વિસ્તારમાં આવા કાયદા ઓ ઠોકી બેસાડી આદિવાસીઓના બંધારણના અધિકારો હકકો છીનવવાનુ કામ કરી રહી છે જેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લઈ નહિ લઈ જેનો અમે ભારે ઉગ્રભયૉ વિરોધ કરવામા આવશે અને જરૂર પડશે તો હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં સરકાર ના ઠોકી બેસાડેલા કાયદાઓને રદ કરવા જાહેર પીટીશન પણ દાખલ કરવામા આવશે
રાજપીપળા આરીફ જી કુરેશી