નર્મદામા લાંબો વરસાદ ખેંચાયા બાદ નર્મદામા વરસાદની ધમાકેદાર એન્ટ્રીથઈ છે. જેમાં રાજપીપલા સહીત નાંદોદ તાલુકામા ત્રણ ઇંચ વરસાદનોંધાયો છે.
રાજપીપલા મા ધોધમાર વરસાદની હેલીથી રાજપીપલામા 3ઇંચ વરસાદ થતાં રાજપીપલા જલબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી.
જયારે તિલકવાડા મા બે ઇંચ અને ગરુડેશ્વર, સાગબારા મા એક એક ઇંચ વરસાદથયો છે
નર્મદા ખેતી લાયક સારા વરસાદથી ખેતીના પાકને જીવતદાનમળી જતા ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા હતા
મામલતદાર ડિઝાસ્ટર કચેરીના વરસાદ આંકડા મુજબ સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં
નાંદોદ તાલુકામા 70 મિલી. વરસાદનોંધાયો છે.જયારે તિલકવાડા તાલુકામાં 47મિલી, તથા ગરુડેશ્વર તાલુકામાં 24મિલી,સાગબારા તાલુકામાં 29મિલી વરસાદ નોંધાયો છે.આજે 24કલાકમાં જિલ્લામાં કૂલ 181મિલી તથા સરેરાશ 36મિલી વરસાદ નોંધાયો છે
અત્યાર સુધીમાં નર્મદામા કૂલ વરસાદના આંકડા જોતા
નાંદોદ તાલુકામા 214મિલી. વરસાદનોંધાયો છે.જયારે તિલકવાડા તાલુકામાં 273મિલી, તથા ગરુડેશ્વર તાલુકામાં 123મિલી,સાગબારા તાલુકામાં 98મિલી વરસાદ નોંધાયો છે
છે જિલ્લામાં અત્યાર સુધીમાં કૂલ વરસાદ 981મિલી તથા સરેરાશ196 મિલી વરસાદ નોંધાયો છે
સારા વરસાદને કારણે નર્મદા ના ડેમોની સપાટીમાં પણ વધારો થયો છે.જેમાં નર્મદાડેમની સપાટી 113.50મીટર, કરજણ ડેમ 102.09મીટર,નાના કાકડી આંબા ડેમની સપાટી 179.35મીટર,ચોપડવાવ ડેમની સપાટી 179.50મીટર તથા ગરુડેશ્વર પાસે નર્મદા નદીનું ગેજ લેવલ 13.95મીટર નોંધાયું છે. સારા વરસાદથી અસહ્ય ગરમીમાં પણ રાહત થઈ છે
જ્યોતિ જગતાપ, રાજપીપલા