રાજપીપલા રેલ્વે ફાટક નજીક
જુગારની રેડકરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં
કુલ-૨ જુગારીયોને રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૬૬,૮૫૦/- સાથે ઝડપી એલ.સી.બી. નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધર્મેન્દ્ર શર્મા, ઇયા.પોલીસ
અધિક્ષક, નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર
પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને
નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના
સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમી મળેલ કે રાજપીપલા ટાઉન વિસ્તારના રેલ્વે ફાટક નજીક ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ.જે બાતમી
આધારે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા કુલ-૨
ઇસમો નામે (૧) સંદિપભાઇ ગોપાલભાઇ વસાવા ઉ.વ. ૨૩ રહે. કુમસગામ તા.નાંદોદ જી.નર્મદા (૨) રજનીભાઇ
સુરેશભાઇ વસાવા ઉ.વ. ૨૪ રહે. ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા નાને ઝડપી પાડયા હતા.
પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૨૩,૮૫૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.
૧૩,૦૦૦/- તથા મોટર સાયકલ-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/- ના મુદામાલ મળી કુલ્લે કિ.રૂ. ૬૬,૮૫૦/-ના મુદ્દામાલ સાથે
પકડાઇ જઇ તેમના વિરૂધ્ધમાં રાજપીપલા પોલીસે જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા