રાજપીપળા, નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદી અને નર્મદા નદીના લાભિત ગામોના વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા માટે સરકારશ્રીની સુચના મુજબ આજે તા.૨૧ મી ડિસેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરજણ ડેમની હાલની ૧૧૫.૦૭ મીટરે નોંધાયેલી જળ સપાટીમાં જીવંત જથ્થો ૫૦૯.૪૬ મિલીયન ક્યુબીક મીટરની ઉપલબ્ધિ અન્વયે આ ડેમના બે રેડીયલ ગેટ અનુક્રમે ૬ અને ૭ માંથી ૦.૧૫ મીટર ખોલીને આજે કુલ ૧૭૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડવામાં આવ્યો હોવાની જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેર એ.વી. મ્હાલે આપી હતી. તેઓ એ આપેલી વધુ વિગતો મુજબ આ પાણીનો પ્રવાહ રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ, ધાનપોર અને ધમણાચાના ગામોથી નર્મદા નદીમાંથી પસાર થશે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement