Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ડેડીયાપાડા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીને સુરત ખાતેથી ઝડપાયો.

Share

ડેડીયાપાડા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીને
સુરત ખાતેથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છૅ.
ધર્મેન્દ્ર શર્મા,ઇચા.પોલીસ અધિક્ષક, નર્મદા ના માર્ગદર્શન અને
સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા
આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ
સખત અટકાયતી પગલા લેવાના સુચના અને
માર્ગદર્શન અનુસંધાને પો.સ.ઇ. ડેડીયાપાડની
પાસા દરખાસ્ત આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા
દ્વારા સામાવાળા સંદિપભાઇ જેઠાભાઇ વસાવા (રહે.
જરગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા)ના ગુનાઓને ધ્યાને
રાખી પાસામાં અટકાયત કરી પાલનપુર જેલ ખાતે
રાખવા હુકમ કરતા સામાવાળો સંદિપભાઇ જેઠાભાઇ વસાવાનાનો પોતાની અટકાયત ટાળવા સારૂ
એક યા બીજા સ્થળે સ્થળાંતર કરી છેલ્લા પાંચ માસથી પોલીસ થી લપાતો છુપાતો હોય
દરમ્યાન એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ ટેક્નીકલ સર્વેલન્સ
તેમજ બાતમી આધારે સદર સામાવાળો સુરત ખાતે હોવાની માહીતી મળતા એલ.સી.બી. સ્ટાફના માણસોને
સુરત ખાતે મોકલી સામાવાળા સંદિપભાઇ જેઠાભાઇ વસાવાને ઝડપી પાડી પાલનપુર જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છૅ.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચના માંચ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૦ મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

મુંબઈમાં એક સાથે ચાર કાર અને એમ્બ્યુલન્સની ટક્કર, પાંચના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ.

ProudOfGujarat

રાજપીપળામાં અનિયમિત બસોથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!