ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડી ચાર રસ્તા નજીક રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી મારતા નાળામાં પડી
__
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગત રાત્રિ દરમિયાન એક રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી મારીને નાળામાં પડી હતી.આ લખાય છે ત્યાં સુધી હજુ આ ઘટના બાબતે કોઇ ફરિયાદ પોલીસ દફતરે નંધાઇ નથી.ટ્રક પલ્ટી મારીને નાળામાં ખાબકવાની ઘટના નાની તો નજ ગણાય,છતાં આ બાબત હજી કેમ પોલીસ ફરિયાદથી દુર રહી તે બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.જ્યાં ટ્રક પલ્ટી મારી છે તે સ્થળ રાજપારડી ચાર રસ્તાની તદ્દન નજીકમાં છે.રાજપારડી ચોકડી પર ટ્રાફિક પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે ત્યારે ટ્રક જાહેર ધોરીમાર્ગ પર પલ્ટી મારીને નાળામાં પડી ગઇ તે ઘટના રાજપારડી ચોકડી પર ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને ધ્યાને કેમ ના આવી તે બાબત પણ રહસ્ય સર્જે છે.ઉલ્લેખનીય છેકે રાજપારડી નગર ભરૂચ જિલ્લાનુ એક અગ્રગણ્ય વેપારી મથક છે.નગરના ચાર રસ્તા વિસ્તારનો ખુબ મોટો ધંધાકીય વિકાસ થયો છે.ભાલોદ નજીક નર્મદાના પટમાંથી રેતી ભરીને આવતા વાહનો ઉપરાંત બોડેલી તરફથી ઓરસંગ નદીમાંથી રેતી ભરીને આવતા વાહનોથી આ ધોરીમાર્ગ ચોવીસ કલાક જીવંત રહે છે.રેતીવાહક વાહનો પૈકી મોટાભાગના વાહનો ઓવરલોડ જથ્થો ભરીને તેમજ જરુરી એવી તાડપત્રી બાંધ્યા વિના દોડતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠવા પામી છે.રાજપારડી ચાર રસ્તા પર સીસી ટીવી કેમેરા મુકેલા છે.તે વાત આવા વાહનો પર અંકુશ મુકવા કેમ સફળ નથી થતી?એ બાબતે પણ જનતામાં વિવિધ અટકળોએ જોર પકડ્યુ છે.આજની આ ઘટનામાં પલ્ટી મારેલ હાઇવા ટ્રક રોંગ સાઇડે જતી હોવાની વાત ઘટના સ્થળે એકત્ર થયેલ લોકમેદનીમાંથી જાણવા મળી હતી.જોકે સદભાગ્યે કોઇ જાનહાનિ નહિ થતા તંત્રએ રાહત અનુભવી હતી.આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં નાળામાં પડેલી ટ્રકને ક્રેઇનથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી – રાજપારડી..