Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

૧૨ ની વિધાથીનીઓ નેટવકૅ ના અભાવે ટેકરા ઉપર ચઢીને ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે

Share

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ શાળા કોલેજોના દરવાજા લોકડાઉનમા બંધ કરી દીધા છે. શાળા બંધ છે. પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે.ગુજરાત મા ઓનલાઇન શિક્ષણ દ્વારા શિક્ષણ આપવાનો દાવો ગુજરાત સરકાર કરી રહી છે પણ આજે વાત નર્મદા જિલ્લા ના આદિવાસી અંતરિયાળ, ડુંગરાળ અને એવા જંગલ વિસ્તારની વાત કરવી છે જ્યાં કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી. પહાડી ઈલાકાઓમા મોબાઈલ ટાવર નથી. નેટના ઠેકાણા નથી. ગરીબ આદિવાસી બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેથી ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે ધોરણ ૧૨ ની વિધાથીનીઓ નેટવકૅના અભાવે ટેકરા ઉપર ચઢીને ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે.ક્યાંકથી મોબાઈલ મેળવી ટેકરી પર કે ઝાડ પર ચઢીને મોબાઈલ નું નેટવર્ક શોધવું પડે છે કયારેક નેટ પકડાય તો કયારેક નેટવર્ક તૂટી જાય. હાલ ચોમાસમાં વરસાદ પડતો હોય તો ટેકરી ઉપર વરસાદમા છત્રી લઈ ને વિધાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. આજે ગુજરાતના ઓનલાઇન શિક્ષણની તાસીર અને તસવીર.નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત?
કન્યા કેળવણીના નામે નર્મદા ના વિધાર્થીઓ માટે શાળા બંધ, શિક્ષણ બંધછે ત્યારે શિક્ષણના નામે નર્મદામા ડિજિટલ ટેક્નોલોજી નિષ્ફ્ળજવાનાં કારણે ગરીબઅને આદિવાસી બાળકો શિક્ષણમેળવી શકતા નથી?
નર્મદાના દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરના અંતરીયાળ વિસ્તારના ગામડાંનાઓમા આજે એકવીસમી સદીમાં પણ નેટવર્કના ધાંધિયા હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. જ્યારે ગરીબ આદિવાસીઓના બાળકો પાસે મોબાઈલ પણ હોતાં નથી ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ ઓનલાઇનસફળ શિક્ષણની મોટી મોટી વાતો કરી જે મોટા દાવા કરી રહ્યા છે તે અહીં સદંતર નિષ્ફ્ળ નીવડ્યા છે!
દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલાં મોહબી અને મોહબુડી ગામની વિધાર્થીનીઓ મુન્ની બેન વસાવા અને માધવી બેન વસાવા બંને નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિધાપીઠમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે. ગામમાં ઈન્ટરનેટ ન હોવાથી અને નેટવર્કના ઠેકાણા ન હોવાથી બંને વિધાથીનીઓ એક મોબાઇલ લઇને ગામના ડુંગરનીએક ટેકરી ઉપર જઇ વરસાદમાં છત્રી લઈને
ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું. દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરીયાળ ડુંગર વિસ્તારમાં ઈન્ટરનેટનો અભાવઅને નટવકૅના પ્રોબ્લેમ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે. આ બે તાલુકામાં અંતરીયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓના વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. પણ મોહબી
અને મોહબુડીની બે વિદ્યાર્થીની ઓએ કપરી પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું.
અહીંના આ વિસ્તાર ના સાંસદ અને ધારાસભ્ય નર્મદા ઓનલાઇન શિક્ષણ ને સફળબનાવવા સરકાર મા ડિજિટલ અને નેટવર્ક ઉભું કરવા ક્યારે સરકારમા રજૂઆત કરશે એવા સવાલો આમ જનતામાં ચર્ચાઈ રહ્યા છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરાના પાદરામાં અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ.

ProudOfGujarat

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!