Proud of Gujarat
FeaturedbharuchGujaratINDIA

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.

Share

ગામની ખાડીના પાણીના પ્રવાહને બાંધીને મૂળ
આદિવાસીને પીવાનું તથા ખેતીવાડીનું પાણી સૌથી પહેલા આપવાને બદલે નર્મદા નદી પર બંધ બાંધીને બિન
આદિવાસી લોકો તથા ઉધોગોને આપવા સામે વિરોધ
વાગડીયા ગામે વાગડીયા ગ્રામસભાએ તા ૦૭/૦૬/૨૦૨૧ જિ.નર્મદા માં ભારતના બંધારણની પાંચ(૫)મી
અનુસુચિના વિસ્તાર માટે અનુચ્છેદ ૧૩ (૩) (ક) અનુચ્છેદ ૧૯ (૫) (૬) તથા અનુચ્છેદ ૨૪૪
(૧) ની જોગવાઈઓ મુજબ સમાજની રૂઢિ-પ્રથાવાળી ગ્રામસભામાં સર્વસંમતિથી કેટલાક મહત્વના ઠરાવો કરી તેની જાણ અમલીકરણ માટે રાજ્યપાલ નેવાગડીયા ગ્રામસભાના અધ્યક્ષ દિનેશભાઈ માણેકભાઈ તડવીએ સુપરત કરી છે જેમાં 25જેટલાં મહત્વના થરાવો ગ્રામસભાએ પસાર કર્યા છે
જેમાં વાગડીયા ગામે મહત્વ ના ઠરાવ સર્વ સંમતિ થી પારિત કર્યાં..
જેમાં એકતાનગર માં શમાવેશ નહી, SOU લાગુ નહી પડે.હેતું ફેર થાય છે જેથી જમીન પરત.સંપાદન,વિસ્થાપન નહી., બીનઆદિવાસીઓ પર પ્રતિબંધ,ખાડી નુ પાણી બંધ કરી શકાશે નહી.પંચાયતો રદ બાદલ કરી શકાશે નહી.જેવા મુદ્દાઓ પ્રતિ સરકારનું ધ્યાન દોર્યું છે જેમાં 25જેટલાં ઠરાવો કરી જિલ્લા- રાજ્ય ની વિવિધ શાખાઓ ને મોકલી આપવામાં આવ્યાં છે..

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષ દિનેશભાઈ તડવીના જણાવ્યા અનુસાર અમારા ગામની
ગ્રામસભાનું ગઠન કરીને તે હેઠળ અમારી રૂઢિ-પ્રથા મુજબ ગ્રામસભાનું આયોજન તા. ૦૭/૦૬/૨૦૨૧ ના
રોજ કરવામાં આવેલ હતું. તેમાં કુલ ૨૫ (પચીસ) ઠરાવો સંપૂર્ણ ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પસાર
કરીનેસરકારમાં તેના તાત્કાલિક અમલીકરણ માટે મોકલવામાં આવેલ છે આ બાબતે અનુસુચિ-૫ હેઠળના ક્ષેત્રમાં શાંતિ જળવાય રહે અને સુચારૂ શાસનના
અમલીકરણ કરવા માટે પેરા-(૨) પ્રમાણે જરૂરી અધિનિયમ તુર્તજ બહાર પાડી તાબાના તંતત્રોને યોગ્ય તે
આદેશો કરીને સત્વરે અમલ થાય તે મુજબનો પ્રબંધ કરવાજરૂરી કાર્યવાહીની વિગતવારની જાણ
કરવા આવેદનમાં જણાવ્યું છે

Advertisement

જેમાં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ૧૩મી સપ્ટેમ્બર ૨૦૦૭ હેઠળ આદિવાસી લોકોના અધિકારો માટેના
સયુંકત રાષ્ટ્ર સંઘના ઘોષણા પત્ર કરેલ હસ્તાક્ષરો શ્રેત્રેમાં તેનો પ્રચાર તથા પસાર કરીને સખત્તાઈ પૂર્વક લાગુ
કરવામાં આવે.તથા કેન્દ્ર સરકાર સ્વશાસન
વ્યવસ્થા આદિવાસી અધિકારોની જોગવાઈઓ હેઠળનુ નવું વિકાસ મોડલ દાખલ કરી બંધારણના અનુચ્છેદ
૧૩(૩)(ક) ના આધારે સ્વશાસનની કુદરતી ન્યાય પ્રક્રિયા (non judicial system-રૂઢિ પ્રથા) નું
અનુપાલન કરશે અને કરાવશે. જેમ કે જાતિ, જન્મ, મૃત્યું. ચરિત્ર, રહેઠાંણ, મુળ નિવાસનું પ્રમાણપત્ર પણ
એજ રૂઢિગત ગ્રામસભા દ્વારા આપવામાં આવે છે તથા રાજય સરકાર દ્વારા આપવમાં આવતા
પ્રમાણપત્રોમાં ધર્મ લખવો ગેર બંધારણીય હોય તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.
ઉપરાંત સુપ્રિમ કોર્ટ દ્વારા અનુસુચિ – ૫ અને અનુસુચિ – ૬ ના વિસ્તારો માટે જે જે ઐતિહાસિક
ફેસલાઓ આજદિન સુધીમાં આપવામાં આવેલ છે તેનુ યથા યોગ્ય પાલન કેન્દ્ર અને રાજય સરકાર કરતી
નથી. અનુચ્છેદ ૧૪૧ હેઠળ હાઈકોર્ટ, કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અક્ષરસહ પાલન કરવાની
જોગવાઈઓ હોવા છતાં અમલ કરાયેલ નથી. તો તે તમાંમ આદેશોના પારદર્શી તથા પ્રમાણિકતા પૂર્વકની
અમલવારી તાત્કાલિક ધોરણે કરવામાં આવેતેવી માંગ કરાઈ છે. તો પાણી જેવા પ્રાથમિક જરૂરિયાતવાળા પ્રાકૃતિક સંશાધન ઉપર આદિવાસીઓનો પ્રથમ માલિકીનો
હક હોવા છતાં અનુસુચિ ક્ષેત્રમાં આવેલ અમારા ગામની ખાડીના પાણીના પ્રવાહને બાંધીને મૂળ
આદિવાસીને પીવાનું તથા ખેતીવાડીનું પાણી સૌથી પહેલા આપવાને બદલે નર્મદા નદી પર બંધ બાંધીને બિન
આદિવાસી લોકો તથા ઉધોગોને આપવામાં આવી રહેલ છે જે ગેર બંધારણીય હોય, અદિવાસીઓને
તાત્કાલિક પ્રાથમિકતાના આધારે પીવા તથા ખેતીવાડી માટે જરૂરી પાણીનો પ્રવાહ સતત ચાલુ રહે માટે
જરૂરી પાણી ઉપલબ્ધ કરવાનો પણ ઠરાવ કરી તેનો અમલ કરવા જણાવેલ છે.
તે રીતે ભારત દેશના અનુસુચિત ક્ષેત્રમાં જંગલો તથા પર્વતોની જીવવિવિધતા અસલની જેમ
પુનઃસ્થાપિત કરવાના હેતુસર જે જે બિનઆદિવાસીઓને લીઝન પટ્ટા આપેલી છે તે તમામ સ્તોત્કાલિકે –
કરીને સ્થાનિક આદિવાસીઓને તાત્કાલિક ધોરણે પર્યાવરણની જાણવણી માટે વૃક્ષારોપણ કરવા સારૂ સુપરત
કરી દેવામાં આવે.
તા. ૨૬.૦૧.૧૯૫૦ થી આજદિન સુધીમાં અનુસુચિત ક્ષેત્રમાં આવેલ અમારા ગામ ને જાહેર
હેતુસર રાજય સરકાર તરફથી આદિવાસીઓની જમીનનો સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા
યોજના અન્વયે ૧૦૦% હસ્તાંતરણ કરવામાં આવેલ જેથી આદિવાસીઓની સ્થાવર મિલકતોનું સરદાર
સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના નામે ચઢાવેલ જે નર્મદા યોજના તા.૧૭.૦૯.૨૦૧૭ ના રોજ પૂર્ણ થયેલ
જેથી આદિવાસીઓની બાકી રહેલ જમીનો જે હેતુ માટે સંપાદન કરવામાં આવેલ તે હેતુ માટે ઉપયોગમાં
લેવામાં આવી રહયો નથી જે તાત્કાલિક અસરથી વિના વિલંબે સ્થાનિક આદિવાસીઓના હિતાર્થે તેઓને
પરત આપી દેવામાં આવે.
ઉપરાંત ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૨૪૩(બ) અને પંચાયતો અનુસુચિત પર વિસ્તરણ અધિનિયમ
૧૯૬૬ ના આધારે અનુસુચિત વિસ્તારમાં “નગર પાલિકા” અને “નગર નિયમ” ગેરબંધારણીય ગણાય છે.
જેથી સ્ટેયુ ઓફ યુનિટી પ્રવાસન અને સત્તા મંડળ નગર નિયોજન દ્વારા કેવડીયા ખાતે “એકતા નગર” માં
સમાવિષ્ટ ગામોના સિમાંકનમાં મોજે વાગડીયા ગ્રામપંચાયતના બધા જ ગામની હદમાં લાગુ પડશે નહિ.
જેનો આજની ગ્રામસભા વિરોધ કરે છે. આ વાગડીયા ગામ ગ્રામસભાએ ઠરાવ મજુંરકર્યો છે.તેનો અમલ કરવા રાજ્યપાલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુવિચારોનું અનુસરણ આભૂષણ છે જયારે કુવિચારોનું અનુસરણ દૂષણ છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

ProudOfGujarat

ઝઘડીયા : આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે માર માર્યા ની ફરિયાદ ઇજાગ્રસ્ત વૃધ્ધાને અંકલેશ્વર સારવાર માટે લઇ જવાઇ.

ProudOfGujarat

કરજણ-લાકોદ્રા રેલવે સ્ટેશન વચ્ચે દુરન્તો ટ્રેઈન ની ટકકરે રેલવે કિમેન નું કરુણ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!