હાલ ડેડીયાપાડા સાગબારા પંથકમાં ભારે વરસાદ થયાં બાદ ગુજરાતના કાશ્મીર કહી શકાય એવા લીલા છમ્મ જંગલોમા આવેલ નિનાઈ ધોધનું સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખલી ઉઠ્યું છે. 70 મીટર ઊંચાઈએથી વહેતાઆ ધોધ જોવા હાલ પ્રવાસીઓની ખાસ પસંદ બન્યું છે.
ડેડીયાપાડા તાલુકાના માલસામોટ ખાતે આવેલ સાતપુડા અને વિન્ધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચેથી 70 મીટર ઊંચાઈએથી જળ ધોધ વહી રહ્યો છે.હાલ ચોમાસામાં નિનાઈ ધોધ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પૈકી નર્મદા જિલ્લાના કુદરતી વધુ પસંદ કરે છે.
ગુજરાતનો નાનકડો જીલ્લો નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ સૌથી મોટો વન વિસ્તાર ગણાય છે સાતપુડા અને વિંધ્યાચલ ની ગિરિમાળા આવેલી છે. જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. ચોમાસામાં ચારે બાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એમ લાગે છે. કારણે નર્મદા જિલ્લાના વનવિસ્તારને આજના કાશ્મીરનું બિરુદ મળ્યું છે
ગુજરાત રાજ્યના ૧૬૩ ધોરીમાર્ગ પર સ્થિત છે. તે દેડીયાપાડાથી લગભગ ૩૫ કિ.મી. અને સુરતથી આશરે ૧૪૩ કિ.મી. છે. નજીકનું રેલ્વે સ્ટેશન ભરૂચ છે જે ૧૨૫ કિ.મી દૂર છે અને નજીકનું એરપોર્ટ સુરત છે. નીનાઇ ધોધની ઉંચાઈ ૩0 ફુટથી વધુ છે. રાજપીપલાથી ડેડીયાપાડા થઈને સગાઈ અને ત્યાંથી માલસમોટ જઈ શકાય છે.
મનને પ્રફુલ્લિત કરી દે અને મનને શાંતિ આપે એવા કુદરતી સૌંદર્યસભર નિનાઈનો ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં ધોધની ચારે બાજુનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓના
મનને હરી લે છે. વીકેન્ડમાં ક્યાં ફરવા જવું હોય પ્રવાસીઓની પહેલી પસંદ નિનાઈ ધોધ છે.
સગાઈ રેન્જમા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉન્નતિબેન પંચાલના જણાવ્યા અનુસાર નિનાઈ ધોધ સગાઈ રેન્જ વિસ્તારમા આવે છે.અહીંયા વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સગાઈ માટે રહેવા-જમવાની પણ સુવિધા ઊભી કરી છે. ત્યાં રહેવા માટે કોટેજ બનાવ્યા છે. જમવા માટેની સુવિધા છે.
ડેડીયાપાડાથી નિનાઈ ઘાટ જતા રસ્તામાં ચારે બાજુ લીલા છમ ડુંગરો, ખળ ખળ વહેતા ઝરણાઓનું કુદરતી સૌંદર્ય પ્રવાસીને આકર્ષે છે. નાની સિંગલૉટી પાસે શુલપારેનશ્વર વન્ય જીવ અભ્યરણ્ય આવેલું છે જ્યાં આવેલા ચેકીંગનાકા પર ટિકિટનું ચેકીંગ થયાં પછી આગળ જઈ શકાય છે.
વન વિભાગે નિનાઈ ઘાટ સુધી ફોરવિલર જઈ શકે એવો પાકો રસ્તો બનાવ્યો છે. ઘાટ આગળ જવા માટેસરસ મઝાના પગથિયાં બનાવ્યા છે.150જેટલાં પગથિયાં ઉતરીને નિનાઈ ધોધ જોઈ શકાય છે નિનાઈ ધોધ ની ચારે બાજુ કુદરતી કાળમિંઢ પથ્થરો પર જઈને પ્રવાસીઓ નિનાઈધોધ ની સેલ્ફીની મઝા માણે છે. 70 મીટર ઊંચાઈથી પડતા ધોધનો અવાજ પણ ગમે તેવો છે. અહીં પ્રવાસીઓ માટે ન્હાવાની પાણીમાં ઊંડે જવાની મનાઈ છે. ડૂબી જવાનાં બનાવો ન બને તે માટે અહીં જવાનો તૈનાત કરાયા છે. જો તમારે વિકેન્ડ મા ફરવા જવુ હોય તો નિનાઈ ઘાટ બેસ્ટ ડેસ્ટીનેશન કહી શકાય એમ છે