Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા તથા થરાદમાં “સુપોષણ” ની ઉજવણી કરાઇ.

Share

સ્વસ્થ ભારતના નિર્માણ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અંતરિયાળ ગામોમાં અને સમુદાયમાં બદલાવ આવી રહ્યો છે. સરકાર અને ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી સુપોષણ સંગીની બહેનો સઘન મેહનત કરી રહી છે. તેઓ ગ્રામ્ય લેવલે હેલ્થ તથા આઈ.સી.ડી.એસ વિભાગોના નર્સ, આશા બહેનો, અને આંગણવાડી બહેનો ની સાથે જોડાઈ ને વિવિધ કામગીરી કરે છે. જેમાં બાળકના પહેલા 1000 દિવસનું મહત્વ, અતિ કુપોષિત બાળકોની ઓળખ, ટી.એચ.આર નો ઉપયોગ, સંપૂર્ણ આહારની સમજ અને આંગણવાડીની સેવાઓ પર ભાર આપવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં કરાયેલી કામગીરીથી આમૂલ પરિવર્તન આવ્યુ છે. નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં ફરજ બજાવતી સુપોષણ સંગીની સોનલબેન વસાવા જણાવે છે કે, ટીમના અથાગ પ્રયત્નોથી કુપોષણના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો લાવી શક્યા છીએ. દેડિયાપાડાના સગર્ભા સુમિત્રાબેન સાથેનું ઉદાહરણ વાગોળતા સોનલબેન જણાવે છે કે, “ગત વર્ષે સગર્ભાવસ્થાની શરૂઆતથી અમે સુમિત્રાબેનની કાળજી લેવાની શરૂ કરી હતી. ટીમના માર્ગદર્શન મુજબ આહાર અને ઔષધિનાં સેવનથી તેઓ 3 કિલોગ્રામ વજન ધરાવતી તંદુરસ્ત બાળકીને જન્મ આપી શક્યા.” સુમિત્રાબેન જેવી હજારો મહિલાઓને પ્રસૂતિ પર્યંત અને બાદમાં નવજાતની તંદુરસ્તી વિશે સારસંભાળનું સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડી અદાણી ફાઉન્ડેશનની ટીમે સમાજમાંથી માતા અને શિશુઓને કુપોષણનો શિકાર બનતા અટકાવ્યા છે.

નર્મદા જિલ્લામાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) – 4 પ્રમાણે 35.8% બાળકો અતિ કુપોષિત હતા. સુપોષણ પ્રોજેક્ટની શરૂઆત થયા પછી, અને સરકારના સમર્થનથી,તાજેતરમાં NFHS – 5 પ્રમાણે આ આંકડો ઘટીને 23% થઇ ગયો છે. નર્મદા જિલ્લામાં 2,62,088 લાભાર્થીઓને સુપોષણ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ભારત સરકારના પોષણ અભિયાનના અંતર્ગત અને સૂચના અનુસાર સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ રાજ્ય સરકારના સહયોગથી માતા અને શીશુ માટે અનેકવિધ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પોષણ માસ દરમ્યાન નર્મદામાં સુપોષણ સંગીનીઓએ પોષણ રેલી, પોષણ સંવાદ, પોષણ સલાહ, પોષણ મેલા અંતર્ગત 20,000 લાભાર્થીઓમાં
જાગૃતિ લાવવાનું કાર્ય કર્યુ. તેઓ સગર્ભા, ધાત્રી અને નવજાત શીશુઓની સારસંભાળ, ખાન-પાન, અને કાઉન્સીલીંગની સેવાઓ પૂરી પાડે છે. પોષણ વાટીકા અંતર્ગત લાભાર્થીઓને મફત તંદુરસ્ત શાકભાજી મળી રહે તે માટે બીજ વિતરણ કરીને કિચન ગાર્ડન બનાવવા પણ પ્રેરિત કરવામાં આવ્યા.

Advertisement

અદાણી ફાઉન્ડેશનના એકિઝકયુટિવ ડાયરેકટર વસંત ગઢવી જણાવે છે કે “સ્વસ્થ અને તંદુરસ્ત‘ સમાજનું નિર્માણ થાય એ રાષ્ટ્રના વિકાસ માટેની પાયાની જરૂરિયાત છે.સંગીની બહેનો સરકાર અને સમુદાય વચ્ચે સાંકળ તથા પુલ બનીને સરકારી સેવાઓનો લાભ લોકો વધારેમાં વધારે લોકો સુધી
પહોંચે તે માટે સઘન પ્રયત્ન કરી રહી છે. મને આશા છે કે સુપોષણની જ્યોત ગામે ગામ ચાલતી રહશે અને તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે”.

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

માનવ સ્વાસ્થ્ય ને નુકશાની કરી શકે તેવો સલ્ફર જેવો પીળા કલર નો કેમિકલ પદાર્થ જાહેર માં નિકાલ કરનારા સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

સુરત: નેપાળી 11 વર્ષની બાળકી મોબાઈલ પર વીડિયો બનાવતા લાગ્યો ગળે ફાસો: પોલીસ તપાસ શરૂ

ProudOfGujarat

પંચમહાલ : દાંતીયાવર્ગ પ્રા.શાળામાં ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!