આજે જન્માષ્ટમીની રજા હોવાથી પ્રવાસીઓ આજે મોટી સંખ્યામાં SOU પર ઉમટતા પ્રવાસીનો મેળો જામ્યો હતો. શનિ રવિ અને જન્માષ્ટમી સોમવારની ૩ દિવસ સુધી રજા હોવાથી કોરોનામા ઘરમાં કંટાળી ગયેલા પ્રવાસીઓ મિનિ વેકેશન માણવા SOU પર ઉમટી પડતા આજે માનવ કીડીયારું ઉભરાયું હતું. ત્રણ દિવસમા 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. જેમાં SOU ના તમામ પ્રૉજેક્ટો પર પ્રવાસીઓનું બુકિંગ હાઉસ ફુલ થઈ ગયું હતું.
જોકે ભીડ વધી જતા sou થી ૮ કિલોમીટર દૂર એકતા દ્વારથી જ વાહનો સાથે નો એન્ટ્રી કરવાની નોબત આવી હતી એટલી ભીડ થઈ કે ઠેર ઠેર પોલીસ બેરિકેટ મુકવા પડ્યા હતા. આજે સોમવારે સામાન્ય રીતે SOU બંધ હોય છે પણ આ વખતે જન્માષ્ટમીના લીધે ખુલ્લું રાખવામાં આવતા 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે બસમાં બેસવા માટે લાંબી-લાંબી લાઈનો લાગી હતી.
ભારે ભીડને કારણે કેવડિયા કોલોનીમાં એકતા દ્વાર છે તે રેલ્વે સ્ટેશનની સામે ત્યાંથી જ પ્રવાસીઓના કાર, જીપ, બસ તેમજ અન્ય વાહનો પાર્કીંગ કરાવી દેવામાં આવતા હતા અને ત્યાંથી બસ મારફ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને લઈ જવા પડતા હતા. આજે SOU ની બસો સતત દોડતી જોવા મળી હતી. પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે બસમાં બેસવા માટે લાંબીલાંબી લાઈનો લાગી હતી. આજે SOU ઉપરાંત પ્રવાસીઓ જંગલ સફારી પાર્ક તેમજ ચીલ્ડ્રન પાર્ક જેવા તમામ સ્થળો જોવા માટે ઉમટી પડ્યા હતા. મિનિ વેકેશનમા કેવડિયા, રાજપીપલા સહિત આજુબાજુના વિસ્તારોમાં હોટલો અને ગેસ્ટહાઉસો, ટેન્ટસિટી બધું હાઉસફૂલ થઈ ગયું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
રાજપીપળા : SOU પર ૩ દિવસની રજાનું મિનિવેકેશન માણવા માનવ કીડીયારું ઉભરાયું.
Advertisement