Proud of Gujarat
FeaturedbharuchGujaratINDIA

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવાની નર્મદા જિલ્લાની મુલાકાત.

Share

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવા એ આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી.આ મુલાકાત દરમ્યાન રાજપીપલા એ પી એમ સી ખાતે મહિલા મોર્ચા નર્મદા જિલ્લાની નવા નિમાયેલા હોદ્દેદારો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી આ બેઠક માં આવનાર 2022 ની વિધાનસભા ની ચૂંટણી માં મહિલા મોર્ચા નું શું મહત્વ છે તેના વિષે ડો.દિપીકાબેન સરડવા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 182 બેઠકો પર વિજય મેળવવાનો જે નીર્ધાર કર્યો છે તેના વિષે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા એ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ભારતીય જનતા પાર્ટી ના આગામી કાર્યક્રમો વિષે નર્મદા જિલ્લા ભાજપના મહામન્ત્રી નીલ રાવે માહિતી આપી હતી .આ બેઠકમાં ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના મહામન્ત્રી તૃપ્તિબેન વ્યાસ,પ્રદેશ મંત્રી નીપાબેન પટેલ અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ,મંત્રી જ્યોતિબેન જગતાપ,નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા સહીત નર્મદા જિલ્લા મહિલા મોર્ચાનીબહેનોએ એ હાજરી આપી હતી.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટીમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાથી ગુમ થનાર યુવતીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ઉમરપાડાના દશ ગામોમાં વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!