9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી રાજપીપલા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતી થવાની છે ત્યારે આદિવાસી નેતા તરીકે વિશ્વ આદિવાસી દિવસનીઉજવણી ભાગ રૂપે પોતાનું જાહેર નિવેદન આપી આદિવાઓના સર્વાંગીણ વિકાસ માં સહકાર અને વિકાસમા અવરોધ ઉભા કરનાર સામે અવાજ ઉઠાવી
આદિવાસી દિવસે આદિવાસીઓને શિક્ષિત બની
સંગઠિત બનવા કર્યો અનુરોધ કર્યો હતો
તેમણે જણાવ્યુંહતું કે આદિવાસી સમાજે સાચા અર્થમાં આદિવાસી દિવસ ઉજવવો
હોય તો ડૉ. બાબાસાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે. તે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીએ અને યોગ્ય
પરિણામ હાંસલ કરવા માટે આદિવાસી સમાજે સંગઠિત થવું પડે અને આદિવાસી સમાજની સમસ્યાના ઉકેલની સાથેઉત્તમ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી કૃષિ ક્ષેત્રે તથા પશુપાલન ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરીએ અને આધુનિક પદ્ધતિથી સરકારના
વિવિધ પ્રજાલક્ષી લાભો લઈને આર્થિક ક્ષેત્રે ઉન્નતિ કરીએ અને સરળતાથી રોજગાર ધંધા મેળવવા નવીન ટેક્નોલોજીનો
ઉપયોગ કરીએ તથા સરકારની વિવિધ સ્કીલ ડેવલોપમેન્ટ અને કૌશલ્યવર્ધક તાલીમ પ્રાપ્ત કરી સરકારી નોકરીઓમાં,
ઉધોગોઓમાં તથા કંપનીઓમાં વિવિધ પોસ્ટ પર નોકરી મેળવી સક્ષમ બનીએ અને સરકારના વિવિધ કાર્યક્રમોનો
મહત્તમ લાભ લઈએ અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરીએ અને સાથે સાથે કુદરતી સંપદા તથા વનસૃષ્ટિ પ્રકૃતિનું
રક્ષણ કરવા કટિબદ્ધ બનીએ.
હાલમાં આપ સૌ જાણો છો તેમ ૧૯૫૬થી ગીર બરડા, આલેચમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ જાતિને
જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આદિવાસી ગણવામાં આવ્યા અને તેઓને આદિવાસીઓના તમામ લાભ
મળતા થયા. સમયની સાથે વધુ લાભ લેવા માટે ખોટા આદિજાતિના પ્રમાણપત્રો નેતાઓના સહકારથી મેળવવા લાગ્યા
અને આ ખોટા પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓમાં, મેડિકલ કોલેજોમાં તથા એન્જિનિયરિંગ કોલેજોમાં હજારોની
સંખ્યામાં એસ.ટી. કોટાના લાભ આ ખોટા પ્રમાણપત્રો વાળા લેવા લાગ્યા. તેના કારણે સાચા આદિવાસીઓ આવી અનેક
સમસ્યાઓના કારણે આજે શિક્ષણ ક્ષેત્રે પાછળ છે અને મેરીટમાં પણ રબારી, ભરવાડ અને ચારણ સમાજ કરતા સાચા
આદિવાસીઓનું મેરીટ ખૂબ નીચુ આવે છે, જેના કારણે એસ.ટી. કોટાનો લાભ ખોટા લોકો મેળવી રહ્યા છે. તેથી સાચા
આદિવાસીઓ તથા શિક્ષિત બેરોજગારોની સાથે ભયંકર અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી આદિવાસી
સંગઠનોની રજૂઆત અને લડતના કારણે રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્રો રદ કરવાનું વિધાનસભામાં બીલ પસાર કરી,
તે પ્રકારનો કાયદો બનાવ્યો છે. તેમાં નિવૃત ન્યાયાધીશ તથા ઉચ્ચ અધિકારીઓની ટીમે સમગ્ર મામલાની તપાસ કરી
સદર અહેવાલને ભારત સરકારમાં મોકલવામાં આવ્યો છે. તેના માટે સરકારનો આપણે ખુબ ખુબ આભાર માનીએ.
પરંતુ તેની સામે ખોટા પ્રમાણપત્રો વાળા રબારી, ભરવાડ અને ચારણ સમાજના આગેવાનો, તેઓના વિસ્તારના
ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ રાજ્ય સરકાર તથા ભારત સરકારમાં ભારે દબાણ લાવી રહ્યા છે અને સંમેલનો અને ગ્રુપ
મિટિંગો કરવાનું ચાલુ કરી દીધું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકાર ઉપર એક પ્રકારે તરાપ મારી રહ્યા છે.
રબારી, ભરવાડ તથા ચારણ સમાજ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ અને જાગૃત સમાજ છે, સંગઠિત છે અને રાજકીય
આગેવાનો તેઓને ખુલ્લેઆમ મદદ કરી રહ્યા છે અને આપણા આદિવાસી સમાજના આગેવાનો, જન પ્રતિનિધિઓ તથા
આદિવાસીઓના મતોથી રાજકીય લાભ લેનારાઓ આજે પણ મૌન છે?
તેથી આદિવાસી સમાજના આગેવાનો, કર્મચારીઓ, અધિકારીઓ તથા વિવિધ સંગઠનોને મારી નમ્ર વિનંતી છે.
કે આપણે તથા સમગ્ર ગુજરાતના આદિવાસીઓએ સંગઠિત થઈ તથા કોઈની ટીકા-ટિપ્પણીઓ જાહેરમાં કે સોશિયલ
મીડિયામાં બંધ કરી આદિવાસીઓને મળેલા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે આગળ આવીએ.
વિશ્વ આદિવાસી દિવસે નાચ-ગાન કરી ભલે ઉત્સવ મનાવીએ. પરંતુ તેની સાથે સાથે આપણે આપણી
આદિવાસી સંસ્કૃતિને પણ ઉજાગર કરીએ અને વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ અને આપણે બધા સૌ સાથે મળી
આપણને મળેલા બંધારણીય અધિકારોને અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક દ્રઢ સંકલ્પ કરીએ અને મજબૂત
મનોબળથી પરિણામ હાંસલ કરવા પ્રતિજ્ઞા લઈએ, તો જ આદિવાસી દિવસ મનાવવાનું મહત્વ સાર્થક નિવડશે.તેમ જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા