નર્મદા પોલીસના એક અધિકારી દ્વારા 3-4 વ્યક્તિઓને હંટરથી બેરેહમી પૂર્વક મારતો કથીત વિડીયો વાયરલ.
રાજપીપળા:નર્મદા જિલ્લાના એક પોલીસ અધિકારી દ્વારા પોલીસ મથકની બહાર 3-4 વ્યક્તિઓને બેરેહમી પૂર્વક હંટરથી માર મારો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.જોકે આ વીડિયો વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓ ઉઠી છે કે શું પોલીસને કોઈ પણ આરોપીને બેરેહમી પૂર્વક મારવાનો અધિકાર છે?જો આવી જ રીતે પોલીસ આરોપીઓ સાથે વર્તન કરશે તો એક સમય એવો પણ આવશે કે સામાન્ય ફરિયાદ કરવા પણ પોલીસના ડરથી પ્રજા પોલીસ મથકમાં આવતા ગભરાશે.પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધોનો પણ અંત આવશે.
આ વીડિયો વાયરલ થયો છે એમા એક પોલીસ અધિકારી વારા વારા ફરથી 2-3 લોકોને હંટરથી ધોલાય કરતા નજરે પડે છે.અને આ ધોલાય દરમિયાન અન્ય એક પોલિસ અધિકારી ત્યાંથી પસાર પણ થતા દેખાય છે પણ તેઓ પણ કોઈ દરમિયાનગિરી કર્યા વગર ત્યાંથી જતા રહે છે.તો બીજી બાજુ આ વાયરલ વિડીયો ડેડીયાપાડા પોલીસ મથકનો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.જોકે આ વાયરલ વિડીયો ખરેખર નર્મદા જિલ્લાનો છે કે કોઈ અન્ય જિલ્લાનો એ મામલે તપાસ થવી જોઈએ અને પોલીસ અધિકારીને આ માર મારવા પાછળ યોગ્ય કારણ પૂછવું જોઈએ એવી હાલ પ્રજાજનોમાં માંગ ઉઠી છે.સાથે સાથે “પ્રાઉડ ઓફ ગુજરાત” વેબ પોર્ટલ આ વાયરલ વિડીયો નર્મદા જિલ્લાના જ પોલીસ અધિકારીનો હોવા મામલે પુષ્ટિ કરતું નથી.