(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
સાબરકાંઠાના ઇડરથી આદિવાસી એવા નર્મદા જિલ્લાને પસંદ કરી તલાટી કમ મંત્રી તરીકે હાજર થયા.
:હાલના સમયમાં મહિલાઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે.આજના પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓ શિક્ષિત બની પુરુષો કરતા આગળ નીકળી રહી છે.ત્યારે સાબરકાંઠાના ઇડર તાલુકાના અરોડા ગામની યુવતી નીતાબેન એમ પટેલ અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ.પછી એમ.એ. થયા બાદ ઇડર અને ખેડબ્રમ્હામાં આર્ટ.એન્ડ.સાયન્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા બજાવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હતા.જેમાં તલાટીની ભરતીની પરીક્ષામાં પાસ થયા અને લેક્ચરરની નોકરી છોડી આદિવાસી વિસ્તારમાં સેવાની ભાવનાને લઈને નર્મદા જિલ્લો પસંદ કર્યો.એક વર્ષ પહેલા તેઓ નાંદોદ તાલુકાના જેસલપોર ખાતે તલાટી કમ મંત્રી તરીકેની ફરજ પર જોડાયા.
હવે નોકરીની સાથે આભ્યાસ પણ ચાલુ રાખ્યો અને પ્રાંતિજની પ્રિન્સિપાલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વસિટી માંથી પ્રોફેસર ડો.કામેશ પ્રસાદના માર્ગદર્શન હેઠળ” મેઝર નોવેલ્સ ઓફ થોમસ હાર્ડી એન્ડ પન્નાલાલ પટેલ ” અ કમ્પૅરિટીવ સ્ટડી પર પીએચડી પણ થયા.જેમને તાલુકા વિકાસ આધિકારી એમ.એન.વસાવા તથા પંચાયતના કર્મચારીઓ અને પદાધિકારીઓએ અભિનંદન આપી એમના વિચારોને પણ આવકાર્યા હતા.