રાજપીપલામા એક માત્ર સ્મશાન ગૃહ આવેલું છે. જે સામાજિક સંસ્થાના યુવકો દ્વારા ચલાવવા મા આવે છે.જ્યાં કોરોનામા આ વખતે મૃતકોની સંખ્યા વધી ગઈ હતી ત્યારે નગરમાં ભવિષ્ય ને ધ્યાને લેતા વધુ એક અધ્યતનસ્મશાન ગૃહની જરૂર છે એ જોતા રાજપીપળા નગરપાલિકા દ્વારા ૮૬ લાખન
ખર્ચે અદ્યતન સ્મશાન નવું ગૃહ બનાવવાના ચક્રો ગતિમાન થયા છે.ગુજરાતસરકારે ૮૬ લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવી
છે.રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરનાજુના કોટ વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવાશે.આગામી સમયમાં ૧૩૭૧ચો.મી ની વિશાળ જગ્યામાં ૧૦ ટની કંપાઉન્ડ વોલ વાળુ આધુનિક પદ્ધતિથીઅધતન સ્મશાન ગૃહ આકારપામશે.એ સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ,ઇલેક્ટ્રિક ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી, ભવ્ય મંદિર,
શંકર ભગવાનની ભવ્ય પ્રતિમા
,લાકડાઓ સ્ટોરેજ કરવાનો મોટો રૂમ અને
૩ મૃતદેહો એક સાથે રાખી શકાય એટલીક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ પણઉપલબ્ધ કરાશે. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ આંક વધ્યો હતો,અગ્નિદાહ માટે લોકોએ રાહ જોવી પડતી હતી.રાજપીપળા અને આસપાસના ગામોમાં વસ્તી પણ વધી રહી છે જેથીબીજું સ્મશાન ગૃહ જરી બન્યું હતું. લોકોની સુવિધા માટે જ આ નિર્ણય લીધો છે. અમે અધિકારીઓ સાથે એ જગ્યાની મુલાકાત લઈ પ્લાનિંગ કરી લીધું છે, ટૂંક સમયમાં અદ્યતન સ્મશાન તૈયાર થઈ જશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા