Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વડોદરા આર.આર.સેલનો સપાટો,નર્મદાના દેવલિયામાં 15 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારિયાની ધરપકડ.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
નર્મદા જિલ્લામાં એકજ દિવસમાં બે મોટા જુગારધામ પર રેડ,વડોદરા આર.આર.સેલે દેવલિયામાં 6 અને નર્મદા એલસીબીએ ડેડીયાપડાના કેવડી ગામે 2 જુગરીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી.
નર્મદા જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં બે જુગારધામો પર પોલીસ વિભાગે રેડ પાડી મોટી સફળતા મેળવી હતી.જેમાં નર્મદા એલસીબી ટિમ દ્વારા ડેડીયાપડામાં 2 અને વડોદરા આર.આર.સેલે દેવલિયામાં 6 જુગારીઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા એલસીબી પીએસઆઇ એ.ડી.મહંત સહિતની ટીમેં બાતમીને આધારે ડેડીયાપાડાના કેવડી ગામે રેડ પાડી હતી.જેમાં રેવજી નાનજી વસાવા અને ચંદ્રસિંગ શાંતિલાલ વસાવાને 12,850 રોકડા,એક હ્યુન્ડાઇ આઈ20 તથા એક મો.સા મળી કુલ 4,35 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.તો બીજી બાજુ વડોદરા રેન્જના આઈજીપી અભય ચુડાસમાને બાતમી મળી હતી કે,દેવલિયા ગામમાં અબ્દુલ વહાબ મહેરાબખાન નામનો વ્યક્તિ જુગાર ધામ ચલાવે છે.જે આધારે આર.આર.સેલને રેઇડની સૂચના આપતા psi આર.આર.બ્રહ્મભટ્ટ અને પો.કો.મુનિર ગરાસિયા સહિતની ટીમે ગુરુવારે દેવલિયા સુપર માર્કેટમાં અબ્દુલ વહાબ ખાનના મકાનમાં રેઇડ કરતા જ અબ્દુલ વહાબ સહિત 6 વ્યક્તિઓ તીનપતી રમતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે દાવ પર લાગેલા 1,750,વલણના 1700 અને અંગઝડતીના 40,650 રોકડા પણ મળી આવ્યા હતા.સાથે આરોપીઓના મોબાઈલ નંગ – 8,કિ. 16,000,ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર – 10,00,000, વેગન આર કાર,4,00,000 અને અન્ય મુદ્દામાલ કુલ રૂ.15,10,300 નો મુદ્દામાલ મળી આવ્યો છે.સાથે મકાનમાં લાગેલા cctv સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.બાદ પોલીસે (1)અબ્દુલ વહાબ મહેરાબ ખાન,રહે- સુપર માર્કેટ,દેવલિયા.(2) મોહસીન કમાલ રફી ઘોરી,રહે. નમસ્કાર સોસાયટી, તિલકવાડા (3)મકબુલશા અહેમદશા દીવાન,રહે.દેવલિયા ચોકડી (4) જશુભાઈ સાહેબખાં ઠાકોર,રહે.પાનતલાવડી(5) મહંમદ ઝુબેર જમીયતખાન દાયમાં,રહે.દેવલિયા ચોકડી,(6)ઇમરાનખાન અહેમદખાન મલેક,રહે.પાનતલાવડીની સહિત તમામને જેલ હવાલે કર્યા હતા સાથે સાથે 15.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ આર.આર.સેલના કોન્સ્ટેબલ મુનિર ગરાસિયાએ ફરિયાદ દાખલ કરી છે.

Share

Related posts

જીવનને જાણવાની અને માણવાની ઉત્કંઠાનો ઉદભવ આવશ્યક છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

ProudOfGujarat

ભરૂચ આત્મીય સંસ્કારધામ બહાર હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!