(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લામાંથી જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા પોલિસ વડા મહેન્દ્ર બગડીયાએ તમામ પોલિસ જવાનોને કડક સૂચના આપી છે.જેથી જિલ્લાના ખૂણે ખૂણામાં અલગ અલગ પોલીસ ટીમો દ્વારા ધનિષ્ટ પેટ્રોલિંગ હાથ ધરાઇ રહ્યું છે.થોડા દિવસો અગાઉજ નર્મદા એલસીબી અને સાગબારા પોલીસે સાગબારા અને સેલંબામાંથી 91હજારના મુદ્દામાલ સાથે 23 જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા.બાદ શુક્રવારે ફરી રાજપીપડામાં રેડ દરમિયાન નર્મદા એલસીબી-એસઓજીને 14 લાખથી વધુને મુદ્દામાલ સાથે 11 જુગારીયાઓને ઝડપી પાડતા બીજી મોટી સફળતા મળી છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ટાઉન પીઆઇ ડી.બી.શુક્લ,એલસીબી પોસઇ એ.ડી.મહંત,એસઓજી પોસઈ હિંમત ભરવાડ,પો.કો અલ્પેશ વસાવા,અશોક વસાવા સહિતની અન્ય ટિમોએ બાતમીને આધારે રાજપીપળા નજીક એક મહિલાના કેળના ખેતરમાં રેડ પાડી હતી.દરમિયાન એ ખેતરમાંથી 10 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.બાદ 48,560 રોકડા, 21,000ની કિંમતના 9 મોબાઈલ,1 લાખની કિંમતની 6 બાઈકો,13 લાખની કિંમતની 2 ફોર વહીલ મળી કુલ 14,69,560નો મુદ્દામાલ જપ્ત કરી રાજુ ડાહ્યા માછી, કમલેશ ચીમન માછી,જયેશ કિશનભાઇ,રાજુ સોમા માછી,મહેશ રતન માછી,પરેશ જેસીંગ પરમાર,નામચરણ સીકલીગર,રાજુ હિંમત માછી,મિતેષ કંચન પટેલ,સંદિપ વસાવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ એલસીબી પોસઈ આઈ.ડી.વાઘેલાએ કરાઠા ગામના તળાવ પાસે આવેલ બાવડીયામાં 17,520 રૂપિયાના મુદ્દામાલ સાથે બુધા સોમા વસાવાને જુગાર રમતા ઝડપી પાડ્યો હતો દરમિયાન ત્યાંથી આરીફ સિકંદર મન્સૂરી ફરાર થઈ ગયો હતો.