Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ડો. દર્શના દેશમુખનો દર મહિનાની 9મી તારીખે સગર્ભાઓની મફત સારવારનો સ્તુત્ય પ્રયાસ અન્ય તબીબો માટે પ્રેરણારૂપ.
:નરેન્દ્ર મોદીએ સરકારને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે જાહેરમંચ ઉપરથી તબીબોની નિવૃત વય મર્યાદા 62 વર્ષની જાહેર કરી હતી.અને સાથે સાથે ભારતના તમામ તબીબોએ મહિનાના ફક્ત એક દિવસ મફતમાં સારવાર કરી દેશ સેવાની અપીલ પણ કરી હતી.આમ એક દિવસની તગડી કમાણી પણ કોઈ તબીબ છોડવા તૈયાર થતો નથી.ત્યારે રાજપીપળામાં યોગી હોસ્પિટલ ચલાવતા મહિલા ગાયનેકોલોજિસ્ટ ડો.દર્શનાબેન દેશમુખે મોદીની અપીલને સ્વીકારી લીધી અને 9મી જૂન 2016 થી દર મહિનાની 9 મી તારીખથી સગર્ભાઓની મફતમાં ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફો વિશે નિરાકરણ આપી જરૂરી સારવાર પણ આપી રહ્યા છે.અત્યાર સુધી એમણે 2038 સગર્ભાઓની મફત સારવાર કરી છે.
રાજપીપળાની મહિલા તબીબનો આ સ્તુત્ય પ્રયાસ જોઈ સમાજ સેવી સંસ્થા માનસી સેવા મંડળના પ્રમુખ મનીષા દિવ્યેશ ગાંધી અને મંત્રી લક્ષ્મી નરેશ વસાવાએ ડો.દર્શનાબેન દેશમુખનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.રાજપીપળાના મહિલા તબીબનું આ સેવારૂપી ભગીરથ કાર્ય અન્ય તબીબો માટે પ્રેરણાદાયક બન્યું છે.આ બાબતે ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે કેટલાયે લોકો આર્થિક સંકડામણને કારણે તબીબી સારવારથી વંચિત રહે છે.જેથી અમુક વખત તેઓ મોતને ભેટતા હોવાના કિસ્સા પણ બનતા હોય છે.જો અન્ય તબીબો આ રીતની સેવા કરે તો આવા કિસ્સાઓ  બનતા અટકે એમ જણાવ્યું હતું.

Share

Related posts

પી.એમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

ProudOfGujarat

પાલેજની કુમારશાળામાં છાત્રોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!