ગૂજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા આજે નર્મદા નદીભર ઉનાળે બે કાંઠે વહેતી થઈ છે.જેને કારણે વિયરડેમ થયો ઓવરફ્લો થયો છે.રિવરબેડ પાવરહાઉસ ના 5 ટર્બાઇન હાલ ધમધમતા થતા વીજ ઉત્પાદન પણ શરૂ થયુ છે.
આ વર્ષે ચોમાસુ સારું અને વહેલું છે ત્યારે નર્મદા બંધને આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ સપાટીએ ભરવા નર્મદા નિગમ સજ્જ બન્યું છે ત્યારે હજુ નર્મદા ડેમ 50 ટકા ભરેલો છે એટલે પાણી ખાલી થાય અને વીજળી વધુમાં વધુ ઉત્પાદન કરી શકે એ માટે રિવરબેડ પાવરહાઉસ ના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે અને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા નર્મદા નદી હાલ 30 મીટર થી વધુ પાણી વહી રહ્યું છે જેને કારણે ગરુડેશ્વર પાસે આવેલ વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે સામાન્ય રીતે નર્મદા બંધમાં થી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ સપ્ટેમ્બર માં છલકાતો હોય છે પરંતુ હાલ ટર્બાઇન ના ડિસ્ચાર્જ માંથી છોડાતું પાણી નર્મદા નદીમાં પડતા હાલ ઓવર ફ્લો થયો છે.
રિપોર્ટ-જ્યોતિ જગતાપ રાજપીપલા