Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપળા નાગરિક બેંકની ચૂંટણીમાં હિતરક્ષક પેનલની ક્લિન સ્વિપ 11 માંથી 7 બેઠકો કબજે કરી,11 માંથી 5 ડિરેક્ટરો બેંક વહીવટ ક્ષેત્રે નવા નિશાળીયા.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
:રાજપીપળા નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષની ટર્મ માટે પ્રથમ વખત તમામે તમામ 11 બેઠકોની 25મી ફેબ્રુઆરીએ રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં બેંકના 12000 થી વધુ સભાસદોમાંથી ફક્ત 3919 સભાસદોએ મતદાન કર્યું હતું.બાદ 26મી ફેબ્રુઆરીએ રાજપીપળા નાગરિક સહકારી બેંકના સભખંડમાં મતગણતરી યોજાઈ હતી.જેમાં મહિલા અનમાત બેઠક માટે યોજાયેલી મતગણત્રીમાં 285 મત રદ્દ અને 1 મત મિસિંગ થયો હતો,એસ.સી/એસ.ટી બેઠક માટેની મતગણતરીમાં 195 મત રદ્દ અને 6 મત મિસિંગ થયા હતા જ્યારે સામાન્ય બેઠક માટેની મતગણતરીમાં 467 મત રદ્દ અને 1 મત મિસિંગ થયો હતો.પ્રથમ મહિલા અનમાતની 2 અને એસ.સી/એસ.ટી અનામતની 1 બેઠકનું પરિણામ જાહેર કરાયું હતું.તો બીજી બાજુ સામાન્ય બેઠક માટે મતગણતરી મધરાત્રીના 3 વાગ્યા સુધી ચાલી હતી ત્યાં સુધી બેંકની બહાર લોકો ટોળે ટોળા વળીને પરિણામની આતુરતાથી રાહ જોઈ ઉભા રહ્યા હતા.અંતે હિતરક્ષક પેનલના 7 અને સહકાર પેનલના 4 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા.જોકે આ 11 ચૂંટાયેલા ડિરેક્ટરોમાં હિતરક્ષક પેનલના અમિત ગાંધી,જિજ્ઞાસા પટેલ,કલ્પના કાછીયા અને સહકાર પેનલમાંથી ચૂંટાયેલા તેજેશ ગાંધી અને વિરસિંગ તડવી સહિત 5 બેંક વહીવટ ક્ષેત્રે તદ્દન નવા નિશાળિયાઓ પર મતદારોએ જીતનો કળશ ઢોળ્યો હતો.બીજી બાજુ એક સમયના રાજપીપળા નાગરિક બેંકના કર્મચારી મનહર માલી આ ચૂંટણીમાં ડિરેકટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
 
રાજપીપળા નાગરિક બેંકનું ચૂંટણી પરિણામ જોઈએ તો સામાન્ય બેઠક પર હિતરક્ષક પેનલના ડો.નિખિલ મહેતાને 2093 મત,ડો.સમીર મહેતાને 2010 મત,એ.ડી.પટેલને 1911 મત,મનહર માલીને 1699 મત,અમિત ગાંધીને 1611 મત,મહિલા અનામત બેઠક પર જિજ્ઞાસા પટેલને 1999 મત,કલ્પના કાછીયાને 1812 મત જ્યારે સહકાર પેનલમાંથી સામાન્ય બેઠક પર હીરાલાલ કાછીયાને 1763 મત,પંકજ વ્યાસને 1671 મત, તેજેશ ગાંધીને 1578 મત તથા એસ.સી/ એસ.ટી બેઠક પર વિરસિંગ તડવીને 2141 મત પ્રાપ્ત થતા આ તમામને વિજેતા જાહેર કરાયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : પોસ્કોના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા મળતા આરોપી થયો ફરાર.

ProudOfGujarat

નેત્રંગનાં રસ્તાઓ પર વહેતા ગંદા પાણી અને ખાડાઓની સમસ્યા યથાવત.

ProudOfGujarat

ઢુંઢર દુષ્કર્મ કેસઃ પરપ્રાંતિય પરિવારોની અમદાવાદમાં કેન્ડલ માર્ચ,’અમારી દીકરીને ન્યાય આપો’ના પોસ્ટર લાગ્યા

ProudOfGujarat
error: Content is protected !!