પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માગૅ-મકાન વિભાગે ૩૭ વષૅ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિમૉણ કરવામાં આવ્યું છે.જેમાં નદી ઉપર પુલનું નિમૉણ કયૉ બાદ જવાબદાર વહીવટીતંત્રએ કોઇપણ પ્રકારની પ્રાથમિક સમારકામની કામગીરી પણ નહીં કરતાં દિન-પ્રતિદિન પુલની હાલત જજૅરીત બની ગઇ હતી. પુલના નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળી પડતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાતા વાહનચાલકો,રાહદારીઓ અને ગ્રામજનો જીવના જોખમે પુલ ઉપરથી પસાર થવાની મજબુર બન્યા છે.
૩૦૦૦ થી વધુ રહીશો સંપકૅ વિહોણા શકે છે. મોરીયાણાથી નેત્રંગની શાળાઓમાં અભ્યાસ કરતાં આવતા વિધાથીૅઓ, રોજીરોટી કમાવા માટે અન્ય વિસ્તારોમાં જતાં યુવાનો અને ખેતમજુરી સહિત ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડે શકે તેમ છે. ઘરવપરાશ અને જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી સહિત અન્ય ગામમાં જવા માટે ગામના રહીશોને ૪ કિમીનો લાંબો ચકરાવાનો સામનો કરવો પડી શકે તેમ છે જેથી જર્જરિત પુલના નિમૉણની માંગ ઉઠી હતી.પરંતુ માગઁ-મકાન વિભાગના અધિકારીઓએ માત્ર ચોપડે બતાવી શકાય તે માટે પ્રાથમિક ધોરણે સમારકામ કરીને છટકબારી કરી છે. ધોધમાર વરસાદના પ્રવાહથી પુલ ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.મોટી હોનારત અને જાનહાનીની ઘટના બને તો માગૅ-મકાન વિભાગ જવાબદાર રહેશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
નેત્રંગ : મોરીયાણા ગામની અમરાવતી નદી ઉપરના ૩૭ વર્ષ જુના પુલ તુટેલી હાલતમાં : પિલ્લરો ધરાશાયી થવાની તૈયારીમાં : ગમે ત્યારે તુટી પડવાની દહેશત.
Advertisement