નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં-૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, તિલકવાડા તાલુકામાં ૨૭-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, ગરૂડેશ્વર તાલુકામાં ૩૬-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૧-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, દેડીયાપાડા તાલુકામાં ૩૯-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૪-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી તેમજ સાગબારા તાલુકામાં ૩૦-ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી કોઇ નથી. આમ, કુલ મળી ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. કૌન બનેગા સરપંચ? માટે થનગનતા ઉમેદવારોમાં સરપંચ બનવાની હોડ જામી છે. હાલ ઉમેદવારી પત્રોભરાઈ રહ્યા છે ત્યારે ગામના આગેવાનો ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે બહુ ઓછી ગ્રામ પંચાયત સમસર બની છે જેમાં નાંદોદ તાલુકાની કાંદરોજ પંચાયત સહીત તિલકવાડા અને ગરૂડેશ્વરની ૪ ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જયારે ડેડીયાપાડા સાગબારા તાલુકામાં એક પણ ગ્રામ પંચાયત સમરસ બની નથી.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની કુલ ૩૬ ગામ પંચાયતો અને કારેલી ગામ પંચાયતની પેટા ચૂંટણીઓ છે. જેમાં વાઘોડિયા ગ્રામ પંચાયતમાં
સરપંચના ઉમેદવાર સજ્જનતાબેન સામે ગ્રામજનોએ અન્ય કોઈ ઉમેદવાર સ્વૈચ્છિક ઉભા ન રાખી ગામમાં એકતાના દર્શન કરાવ્યા. ત્યારે સરપંચ માટે અન્ય ઉમેદવાર ઉભા ન રાખતા સજ્જનતાબેન શૈલેષભાઈ તડવી બિન હરીફ સરપંચ તરીકે વિજેતા બન્યાં છે. જયારે મોખડી ગામ પંચાયતમાં દિનેશભાઈ મંગાભાઈ વસાવા બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આમ ગરૂડેસ્વર તાલુકામાં ૩૭ ગામપંચાયતમાંથી વાઘડિયા અને મોખડી ગામ પંચાયત સમરસ થઈછે. ગરુડેશ્વર તાલુકાના ધિરખાડી ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યો પણ બિનહરિફ થયાં છે.
જ્યારે તિલકવાડા તાલુકામાં માંગું અને વનમાળા ગામ છે કે જે બંને ગામમાં સરપંચના ઉમેદવાર સિવાય અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાવતા આ બન્ને ગામો સમરસ જાહેર થયા છે. જ્યારે તેમજ નાંદોદ તાલુકામાં કાંદરોજ ગામ પણસમરસ થયુ છે. કાંદરોજ ગામના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા એવા સુનિલભાઈ પટેલના મહેનતથી નાંદોદ તાલુકાની કાદરોજ ગ્રામપંચાયતને બિનહરીફ થવા બદલ કાંદરોજ ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા અને સુનિલ પટેલની આગેવાનીમાં વાજતે ગાજતે વરઘોડો પણ નીકળ્યો હતો. જયારે ડેડીયાપાડા સાગબારા તાલુકામાં એક પણ ગામ સમરસ થઈ નથી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા