Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજપારડી ગામે મોબાઇલની દુક‍ાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીએ અન્ય કિશોર સાથે મળીને ૧૫ મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે થોડા દિવસ પહેલા એક મોબાઇલ રિપેર કરનારની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલ મોબાઇલોની ચોરી થવા પામી હતી. મોબાઇલ ગુરુ નામની મોબાઇલ રિપેરિંગની દુકાનમાં રિપેરિંગ માટેના ૧૫ જેટલા મોબાઇલો ચોરાતા દુકાન માલિકે આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. બાદમાં રાજપારડી પી.એસ.આઇ જયદિપસિંહ જાદવે પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવીને રાજપારડી પંથકમાં થતી ગુનાખોરીની તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ બાતમી મુજબ અયાઝખાં ફિરોઝખાં સોલંકી રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયાને પકડીને પુછપરછ કરતા આ ઇસમ ભાંગી પડ્યો હતો, અને તેણે પોતાના સાગરીત અન્ય કિશોર સાથે રાજપારડી મુખ્ય બજારમાં આવેલ મોબાઇલ ગુરુ નામની દુકાનમાંથી જુદી જુદી કંપનીના કુલ ૧૫ મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ઇસમની અટકાયત કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને હસ્તગત કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત આરોપી પાસેથી પોલીસે અલગઅલગ કંપનીના કુલ ૧૫ મોબાઇલ જેની કિંમત રૂ.૨૭,૫૦૦ થાય છે, તે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના દહેગામ ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત બાળકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવાં અંગે અવગત કરાયા

ProudOfGujarat

લુપીન લિમિટેડનાં ડી.એમ.ગાંધીને ભારત રત્ન ડૉ. APJ અબ્દુલ કલામ એક્સેલેન્સ અવોર્ડ…

ProudOfGujarat

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!