ભાલોદ પંથકમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા તંત્ર સચેત બન્યુ.
ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે જનતા ચિંતિત બની છે. કોરોના સંક્રમણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાઇ રહ્યુ છે. તેમાં ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ થાયછે. તાલુકામાં અત્યાર સુધી કોરોના સંક્રમણનો કુલ આંક ૫૫ જેટલો થતાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્યરીતે વિવિધ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો પર આવતા ગ્રાહકોમાંથી કોઇ સંક્રમિત થયેલુ હોયતો તેના કારણે વેપારીને પણ સંક્રમણ થવાની દહેશત રહેલી હોય છે. આને લઇને તાલુકાના ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભાલોદ ઉપરાંત પીએચસીના ૨૦ ગામોના વેપારીઓ ફેરીયાઓનું સર્વે કરીને તેમને સ્કીનીંગ કાર્ડ આપવાની શરુઆત કરવામાં આવી છે. આજે ૭૫ જેટલા નાનામોટા વેપારીઓને સ્કીનીંગ કરીને તેમને કાર્ડ આપવામાં આવ્યા. આ સ્કીનીંગ કાર્ડમાં કાર્ડ ધારકનું નામ સરમામુ મો.નંબર ફોટો તાપમાન માપ્યાની તારીખ વેલીડીટી વિ.માહિતીની નોંધ કરવામાં આવતી હોયછે.નિયમિત સમયગાળા દરમિયાન દરેક ધંધાર્થીનું સ્કીનીંગ કરાતા સંક્રમણનો ખ્યાલ આવી શકતા સંક્રમણને વધતુ અટકાવી શકાશે.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી