દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણને પગલે તંત્ર સહિત જનતામાં પણ ચિંતા જણાય છે. કોરોના સંક્રમણને વધતુ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી થતી હોય છે. લોકડાઉન બાદ બજારોને ખુલ્લા રાખવા તબક્કાવાર છુટછાટો મળતા બજારોમાં વિવિધ ધંધાઓ રાબેતા મુજબ થઇ રહ્યા છે. મળતી વિગતો મુજબ રાજપારડીના આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં ધંધો કરતા દરેક નાનામોટા વેપારીઓ લારી ગલ્લાવાળાઓને સ્કીનીંગ કાર્ડ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દરેક ધંધાર્થીને સ્કીનીંગ કાર્ડ અપાશે. સ્કીનીંગ કાર્ડમાં જે-તે કાર્ડ ધારકનું નામ, ફોટો, ઉંમર, મોબાઇલ નંબર, ધંધાના સ્થળનું સરનામું ઉપરાંત ટેમપ્રેચર માપ્યાની તારીખ તેમજ તેની વેલિડિટીની નોંધ થશે. અત્યારસુધીમાં ૧૦૨ જેટલા વેપારીઓને કાર્ડ અપાયા છે.વધતા જતા સ્થાનિક સંક્રમણને વધતુ અટકાવવા આ કામગીરીની શરૂઆત કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
રાજપારડી નગરમાં નાનામોટા દરેક ધંધાર્થીને આરોગ્ય વિભાગ દ્વારા સ્કીનીંગ કાર્ડ અપાશે.
Advertisement