દિનેશભાઇ અડવાણી
તાજેતરમાં ૨૬-૧૧-૨૦૧૮ ના રોજ ખાણખનીજ શાખાના કર્મચારીઓ પર હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો.જેના પગલે ખાણખનીજ વિભાગના કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી .આ અંગે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ થઈ હતી પરંતુ આવનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાંના માર્ગદર્શન હેઠળ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફ આ દરખાસ્તને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્તને માન્ય રાખી પાસા ધારા હેઠળ હુકમ કરાતા પાસાના અટકાયતી (૧) અસપાક જીલુભાઈ મલેક રહેવાસી રતન પોર તાલુકો ઝઘડિયા ને રાજકોટ મધ્યસ્થ જેલ,(૨) ઝહીર જીલુભાઈ મલેક રહેવાસી રતન પોર ને અમદાવાદ મધ્યસ્થ જેલ (૩) અઝરૂદ્દીન સુલતાન પઠાણ રહેવાસી રતન પોર ને અમદાવાદ મધ્યસ્થ જેલ અને (૪) નિઝામુદ્દીન સુલતાન પઠાણ રહેવાસી રતન પોર ને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.